મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

ઘરમાં ગાંજાનું વાવેતર !: માળીયા (મી)ના સરવડ ગામે 3.350 કિલો ગાંજા સાથે એકની ધરપકડ


SHARE







ઘરમાં ગાંજાનું વાવેતર !: માળીયા (મી)ના સરવડ ગામે 3.350 કિલો ગાંજા સાથે એકની ધરપકડ

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં રહેણાંક મકાનમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગાંજાના નાના મોટા લીલા 13 છોડ મળી આવ્યા હતા જેથી 3 કિલો 350 ગ્રામ ગાંજાના જથ્થાને પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને 33,500 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયાના સરવડ ગામે સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં રહેતા પ્રવીણભાઈ વિરમગામાના રહેણાંક મકાનમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી જેના આધારે એસઓજીની ટીમે ત્યારે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગાંજાના નાના-મોટા 13 લીલા છોડ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 3 કિલો 350 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપી પ્રવીણભાઈ મગનભાઈ વિરમગામા (49) રહે. સ્વામિનારાયણ મંદિર વાળી શેરી સરવડ તાલુકો માળીયા વાળની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 33,500 ની કિંમતનો ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અંગેની આગળની વધુ તપાસ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે.દરબાર ચલાવી રહ્યા છે






Latest News