માળીયા (મી)ના વવાણિયા ગામ પાસે પવનચક્કીમાંથી 2.25 લાખના કોપર વાયરની ચોરી
છેલ્લી 24 કલાકમાં મોરબી તાલુકામાં બે અને ટંકારા તાલુકામાં દોઢ ઇંચ વરસાદ: આજે પણ પાંચેય તાલુકામાં વરસાદી માહોલ
SHARE
છેલ્લી 24 કલાકમાં મોરબી તાલુકામાં બે અને ટંકારા તાલુકામાં દોઢ ઇંચ વરસાદ: આજે પણ પાંચેય તાલુકામાં વરસાદી માહોલ
મોરબી જીલ્લામાં ગઇકાલે સવારથી વરસાદી માહોલ હતો અને વાતાવરણમાં ઠંડક હતી તેવામાં ગઇકાલે બપોરના સમયથી કમોસમી વરસાદ શરૂ થયો છે અને મોરબી શહેર તથા આસપાસના વિસ્તાર છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેમાં મોરબીમાં બે ઇંચ, ટંકારા તાલુકામાં દોઢ ઇંચ અને બાકીના ત્રણેય તાલુકામાં છુટોછવાયો વરસાદ પડ્યો છે અને હજુ પણ મોરબી જિલ્લાના પાંચેય તાલુકા વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે જેથી કરીને મેઘરાજા ગમે ત્યારે બેટિંગ શરૂ કરે તેવી શ્ક્યતા હોવાથી હાલમાં ખેડૂતોની હાલત દયનીય થઈ ગયેલ છે.
આમ તો ચોમાસાએ ગુજરાતમાંથી વિધિવત રીતે વિદાય લઈ લીધેલ છે પરંતુ હાલમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમના લીધે હવામાન વિભાગે ચાર દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરેલ છે તેવામાં રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે તેમાંથી મોરબી જિલ્લો પણ બાકાત નથી. મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો તથા જિલ્લાના જુદાજુદા તાલુકામાં સોમવારે બપોરના સમયગાળા દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા. અને ત્યાર બાદ કારતક મહિનામાં અષાઢ મહિના જેવો માહોલ સર્જાયો છે.
મોરબીના શનાળા રોડ, રવાપર રોડ, આવની ચોકડી, ઉમિયા સર્કલ, ત્રાજપર ચોકડી સહિતના વિસ્તારોમાં પડેલા વરસાદના લીધે ચોમાસામાં જે રીતે વરસાદી પાણી રોડ ઉપર ભરાઈ છે તેવી જ રીતે વરસાદી પાણી ગઇકાલે ભરાઈ ગયા હતા. મોરબી અને તાલુકા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ગણતરીની કલાકોમાં સારો વરસાદ વરસી ગયો હતો જેથી ખેતરોમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. અને રાત્રિના સમયમાં તેમજ આજે સવારથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદી મહિલ છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે.
અત્રે ઉલેખનીય છે કે, ચોમાસાની વિદાય બાદ અચાનક વરસાદની સિસ્ટમ સર્જાયેલ છે અને હાલમાં વરસાદ પડી રહ્યો છે જેથી ખેડૂતો હેરાન થઈ ગયા છે કારણ કે, અમુક ખેડૂતોનો તૈયાર પાક હજુ ખેતરમાંથી ઉપડવામાં આવેલ નથી અને જે ખેડૂતોએ માલ ઉપાડી લીધેલ છે તેઓનો માલ હજુ વેંચાયો નથી તેવા સમયે ખેડૂતોને માલમાં નુકશાન જવાની પૂરેપુરી શક્યતા છે અને ખાસ કરીને ચોમાસુ લંબાયું હોવાથી શિયાળુ પાકનું વાવેતર કરવું કેવી રીતે તે પ્રશ્ન હવે ઊભો થયો છે.
મોરબી જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી મળી રહેલ માહિતી મુજબ જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લી 24 કલાકમાં હળવો ભારે વરસાદ પડ્યો છે જેમાં આંકડા ઉપર નજર કરીએ તો મોરબી તાલુકામાં 50 અમેએમ, ટંકારા તાલુકામાં 36 એમએમ, માળિયા તાલુકામાં 9, વાકાનેર તાલુકામાં 10 અને હળવદમાં 4 એમએમ જેટલો વરસાદ પડ્યો હતો. અને આજે પણ પાંચેય તાલુકામાં વરસાદ પડે તેવી શક્યતા છે. જેથી કરીને શિયાળાની ઋતુમાં વરસાદ પડતો હોવાથી લોકોએ સ્વેટર કાઢવા કે રેનકોટએ હાલમાં સમજાતું નથી.