મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સુજતન કોમ્પ્યુટર ક્લાસમાં ત્રીપલ સી સર્ટિફાઇડ ફ્રી કોર્સ સંપન્ન


SHARE













મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સુજતન કોમ્પ્યુટર ક્લાસમાં ત્રીપલ સી સર્ટિફાઇડ ફ્રી કોર્સ સંપન્ન

મોરબી ઇન્ડીયન લાયોનેસ ક્લબ દ્વારા ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલ સૂજતન કોમ્પ્યુટર ક્લાસમાં ચાલુ કરાયેલ ત્રીપલ સી સર્ટિફાઇડ ફ્રી કોમ્પ્યુટર કોર્સ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કોર્સમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સુજતન કોમ્પ્યુટર ક્લાસના શિક્ષિકા હીનાબેન પરમારે સર્ટિફિકેટ આપ્યા હતા.  ઉલેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી 8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિન નિમિત્તે દુબઈ સ્થિત નરેશભાઈ કાનજીભાઈ મેપાણીના આર્થિક સહયોગથી સુજતન કોમ્પ્યુટર ક્લાસમાં કોર્સનું આયોજન કરવામાં આવે છે અને આજ સુધીમાં 100 જેટલા આર્થિક રીતે જરૂરિયાત મંદ હોય તેવા વિદ્યાર્થીઓને  કોમ્પ્યુટર કોર્સ કે જેની સામાન્ય રીતે ફી ત્રણથી ચાર હજાર રૂપિયા હોય છે તે તદ્દન ફ્રી માં શીખવાડવામાં આવેલ છે. કાર્યક્રમમાં ક્લબના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયાએ ખાસ કરીને સુજતન કોમ્પ્યુટર ક્લાસ તેમજ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે ક્લબના ફાઉન્ડર શોભનાબા ઝાલાએ જણાવ્યું હતું કે આ સંસ્થાને આઠ વર્ષ પુરા થયા છે. ત્યારે સંસ્થાની સ્થાપના માટેના પ્રણેતા સ્વ શ્રી જયંતીભાઈ દંગીનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત સંસ્થાનું સુયોગ્ય રીતે સંચાલન કરવા જેમની સતત પ્રેરણા મળતી રહે છે તેવા હિતેશભાઈ પંડ્યાનો તેમજ તમામ નેશનલ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં આઈપીપી મયુરીબેન કોટેચા, પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ, નયનાબેન બારા તેમજ ક્લબના તમામ મેમ્બરોએ હાજરી આપી હતી.






Latest News