મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં લાંચ લેવાના ગુનામાં પકડાયેલ પીજીવીસીએલના નાયબ ઇજનેર-વચેટિયાના બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE





મોરબીમાં લાંચ લેવાના ગુનામાં પકડાયેલ પીજીવીસીએલના નાયબ ઇજનેર-વચેટિયાના બે દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીમાં સોલાર પેનલ લગાવવાનું કામ કરતી કંપની પાસેથી સમયસર ઇલેક્ટ્રીક મીટર લગાવવા સહિતની બાબતે પીજીવીસીએલના નાયબ ઇજનેર દ્વારા 20 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી જે રકમ તેના વચેટિયાએ સ્વીકારી હતી ત્યારે એસીબીની ટીમે તેને રંગે હાથે પકડીને અધિકારીને પણ ઝડપી લીધા હતા જે બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

મોરબીમાં સોલાર પેનલ લગાવવાનું કામ કરતી કંપનીએ બે જગ્યાએ સોલાર પ્લાન્ટનું કામ કર્યું હતું અને ત્યાં બંને સ્થળે સોલાર પ્લાન્ટમાં સમયસર ઇલેક્ટ્રિક મીટર લગાવવા માટે તથા લગાવેલ સોલાર પ્લાન્ટમાં કોઇપણ પ્રકારની હેરાનગતિ ન કરવા માટે પીજીવીસીએલના નાયબ ઇજનેર દ્વારા 20 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જો કે, સોલરનું કામ કરતી કંપનીએ લાંચ આપવી ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ એસીબીએ છટકું ગોઠવીને નાયબ ઇજનેર વતી લાંચની રકમ લેતા વચેટિયો પ્રવીણભાઇ નાનજીભાઇ માકાસણાને ઝડપી લીધો હતો. અને ત્યાર બાદ પીજીવીસીએલના નાયબ ઈજનેર મનીષભાઇ અરજણભાઇ જાદવને પણ એસીબીને ટીમે પકડીને બંને સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીઓના બે દિવસના એટ્લે કે સોમવારે સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.




Latest News