વરસાદના વિરામ સાથે તંત્ર દોડતું: મોરબીમાં રામગઢ એપ્રોચ રોડ પર રીસર્ફેસિંગની કામગીરી ચાલુ
મોરબી: સ્વસ્થ જમીન અને ઓછા ખર્ચની દિશામાં એક પગલું લઈ રવિ સિઝનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીએ
SHARE
મોરબી: સ્વસ્થ જમીન અને ઓછા ખર્ચની દિશામાં એક પગલું લઈ રવિ સિઝનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીએ
ખરીફ સીઝન બાદ હવે ખેતીમાં રવિ સીઝન શરૂ થવા જઈ રહી છે. આ સમયગાળામાં ખેડૂતો ઘઉં, જીરું, ચણા જેવા મહત્વના રવિ પાકોનું વાવેતર કરે છે. જો આ પાકોમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવવામાં આવે તો ઉપજમાં સુધારો થવા સાથે જમીનની ઉર્વરતા અને સ્વાસ્થ્ય લાંબા ગાળે જળવાઈ રહે છે.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવા વાવેતર પહેલા બીજને બીજા અમૃતનો પટ આપી વાવેતર કરવું જેથી બીજની રોગપ્રતિકારક શક્તિ વધે છે તેમજ ઝડપી અને એકસરખું અંકુરણ થાય છે. પાયાના ખાતર તરીકે જમીનમાં ઘન જીવામૃત આપવાથી છોડને શરૂઆતથી જ પોષક તત્વો મળે છે અને પાકની વૃદ્ધિમાં સારો એવો વધારો થાય છે. પાકની વૃદ્ધિના સમયે નિયમિત અંતરે જીવામૃતનો છંટકાવ અથવા પિયત સાથે તેનો ઉપયોગ કરવાથી છોડ વધુ તંદુરસ્ત અને રોગ-જીવાત મુક્ત બને છે. વાત કરીએ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓની તો, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે અને ઉપજમાં ગુણાત્મક સુધારો જોવા મળે છે. જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે જેથી સ્વસ્થ પાક, સ્વચ્છ ખોરાક અને સંતુલિત પર્યાવરણ મળી રહે છે. તો ચાલો આ રવિ સિઝનમાં કુદરત સાથે સમન્વય સાધી પ્રાકૃતિક ખેતી અપનાવીએ, જળ જમીન અને પર્યાવરણની જાળવણી કરીએ.