મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં S.I.R ની કામગીરી માટે સમય વધારીને બી.એલ.ઓ.ને સહાયક કર્મચારી આપવાની આપની માંગ


SHARE













મોરબી સહિત ગુજરાતમાં S.I.R ની કામગીરી માટે સમય વધારીને બી.એલ.ઓ.ને સહાયક કર્મચારી આપવાની આપની માંગ

મોરબી જિલ્લા સહિત રાજ્યમાં ચાલી રહેલ S.I.R ની કામગીરીમાં સમયગાળો વધારવામાં આવે અને બી.એલ.ઓ.ને સહાયક કર્મચારી આપવામાં આવે તેવી મોરબીમાં રહેતા આમ આદમી પાર્ટીના પ્રદેશના જોઇન્ટ સેક્રેટરીમુખ્ય ચુંટણી કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે.

મોરબીમાં રહેતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સમિતિના જોઇન્ટ સેક્રેટરી કે.ડી. બાવરવાએ હાલમાં મુખ્ય ચુંટણી કમિશનરને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છેકે, ચુંટણી પંચ દ્વારા S.I.R. ની કમીગીરી ચાલી રહી છે. જેમાં બી.એલ.ઓ. ઘરે ઘરે એક વાર ગણીતરી પત્રક પહોચાડે છે. અને બીજીવારે તે લેવા જાય છે જે કામગીરી બાબતે મોરબીના એક બી.એલ.ઓ. દ્વારા નામ નહિ જણાવવાની શરતે કહ્યું હતું કે, અમોને ૧૦૦ % કામગીરી બતાવવાની ફરજ પાડવામાં આવે છે. જેથી અમો ઓનલાઈન ૧૦૦% કામગીરી બતાવી દઈએ છીએ પરંતુ હકીકતમાં અમોને ૧૦૦ % લોકો મળતા નથી. અમો ખુબજ ટેન્સનમાં છીએ. આ ઉપરાંત આ કામગીરીમાં જે વિસ્તારમાં ઓછું ભણેલા લોકોનો વસવાટ  છે. તેવા વિસ્તારમાં લોકો પોતાની વિગત પોતાની જાતે ભરી શકે તેમ નથી આવા કેસમાં બી.એલ.ઓ. દ્વારા જો આ વિગતો ભરવાની કામગીરી કરવામાં આવે તો જ આ કામગીરી સારી રીતે થઈ શકે તેમ છે. અને આ કામગીરી માટે નક્કી કરવામાં આવેલ સમયગાળો પુરતો ન હોય તેમાં વધારો કરવા અને બી.એલ.ઓ.ને સહાયક કર્મચારી આપવાની માંગણી કરી છે.






Latest News