માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

ટંકારા બાબરીયા સુરાપુરાધામ ખાતે ૨૬ દિકરીઓના સમુહલગ્નોત્સવનું આયોજન


SHARE















ટંકારા બાબરીયા સુરાપુરાધામ ખાતે ૨૬ દિકરીઓના સમુહલગ્નોત્સવનું આયોજન

ટંકારા બાબરીયા સુરાપુરાધામ ખાતે તા ૧૦ ફેબ્રુઆરીએ ૨૬ દિકરીઓના સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે અત્યારથી દિકરા-દિકરીઓના નામની નોંધણી સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે.

હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની પાવનધરા ટંકારાના ટોળ-અમરાપર રોડ નદી કાંઠે આશરે નવસો વર્ષ પહેલા કોળી ઠાકોર બાબરીયા કુળના દેવજીદાદા મહાન શુરવીર થય ગયા છે. અહીં તેમની નવસો વર્ષથી ખાંભી છે. સમસ્ત બાબરીયા પરિવારના સુરાપુરાદાદા છે. આ ભવ્ય ઇતિહાસ ઉજાગર થયા અને બાબરીયા સુરાપુરાધામ તરીકે ઓળખાય તેના માટે આ સ્થળે સમુહલગ્નોત્સવનું જાજરમાન આયોજન આગામી તા. ૧૦/૨ ને મંગળવારના રોજ કરવામાં આવ્યું છે જેમાં ૨૬ દિકરીઓના સમુહલગ્ન યોજાશે. સમસ્ત બાબરીયા પરિવારજનો અને મોરબી જીલ્લા કોળી ઠાકોર ગ્રુપના તમામ કાર્યકરોની મહેનતથી તેમજ દાતાઓના સાથ સહકારથી આ સમુહલગ્નમાં ભાગ લેનાર નવદંપતિઓને કરિયાવર આપવામાં આવશે. અને સમુહલગ્નના આયોજકો દ્વારા જમણવાર સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. તેવું મુખ્ય આયોજક અને દાતા દિપકભાઈ બાબરીયાએ જણાવ્યુ છે. આ સમુહલગ્નમાં જોડાવા માટે ફોર્મ મેળવવા તેમજ આ સમુહલગ્નમાં સાથ-સહકાર આપવા માટે બાબરીયા સુરાપુરાધામ, ટોળ-અમરાપર ખાતે વહેલા તે પહેલાના ઘોરણે ફોર્મ મેળવી લેવા જણાવ્યુ છે અને વધુ માહિતી માટે ૯૯૨૪૯ રર૭૨૪ અને ૯૧૦૬૫ ૧૮૧૮૯ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News