મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં સાસુની હત્યા કરાવનારા જમાઈના મિત્રની હવે ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ


SHARE







મોરબીમાં સાસુની હત્યા કરાવનારા જમાઈના મિત્રની હવે ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ

મોરબીના આંદરણા ગામની સીમમાંથી એક મહિના પહેલા મહિલાની સળગાવેલી હાલતમાં લાશ મળી હતી જેની તપાસ દરમ્યાન તે મહિલાની હત્યા તેના જ જમાઈએ કરવી હોવાનું સામે આવ્યું હતું અને આરોપી જમાઈની અગાઉ આ ગુનામાં ધરપકડ કરી હતી જો કે, હાલમાં આ ગુનામાં આરોપી જમાઈના મિત્રની ધરપકડ કરવામાં આવી છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.

મોરબીના આંદરણા ગામની સીમમાંથી ગત તા 13/10 ના રોજ સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યા અને પુરવાનો નાશ કરવાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે અને આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી. દરમ્યાન નાનેશ્વર પવારની પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે સામે આવ્યું હતું કે, તે પીપળી ગામ પાસે શીવ પાર્કમા તેના બે દીકરા, પત્ની તેમજ સાસુ સુશિલાબેન વસંતભાઇ પાટિલ સાથે રહેતો હતો જોકે, તેના સાસુ વગર વાંકે આરોપીના પત્ની તથા બંન્ને બાળકો સાથે ઝઘડો કરતાં હતા. અને જેમ ફાવે તેમ ગાળો આપતા હતા. જેથી તેણે કંટાળીને તેની જ સાસુની હત્યા કરવા માટેનો પ્લાન તેના જૂના મિત્ર રાહુલ ડામોરને સાથે રાખીને બનાવેલ હતો અને આ કામ માટે રાહુલને 50,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું.

જે દિવસે ઘટનાને અંજામ આપવામાં આવેલ હતો ત્યારે નાનેશ્વર પવારનો મિત્ર રાહુલ ડામોર અને રાહુલનો એક મિત્ર તા. 12/10 ના રોજ રાતે 12 વાગ્યે તેના ઘરે આવ્યા હતા, ત્યારે નાનેશ્વર પવારના સાસુ સુશીલાબેન સૂતા હતા જેના નાનેશ્વર પવારે પગ પકડી રહ્યા હતા અને રાહુલે મોઢુ દબાવી દીધું હતું અને રાહુલના મીત્રએ ગળેટુપો આપીને તેની હત્યા કરી હતી ત્યાર બાદ કોથળામા લાશ મુકીને રાહુલ અને તેનો મિત્ર નાનેશ્વરના બાઈક નંબર જીજે 3 ડીએન 2721 માં લાશને આંદરણા ગામ પાસે લઈ ગયા હતા અને ત્યાં પેટ્રોલ છાંટીને લાશને સળગાવી હતી અને ત્યાર બાદ નાનેશ્વરને તેનું બાઇક રાહુલ પાછું આપી ગયો હતો અને રાહુલ તથા તેનો મિત્ર બંને મોરબીથી ભાગી ગયા હતા જો કે, હત્યાના આ ગુનામાં પોલીસે પહેલા મૃતક મહિલાના જમાઈ નાનેશ્વર પંડેરી પંવાર (41) નામના શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને ત્યાર બાદ મોરબી તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ અને તેની ટીમે આરોપી રાહુલ નથુલાજી ડામોર (24) રહે. મૂળ રાજસ્થાન હાલ રહે. રાધે મોજેક રફાળેશ્વર વાળાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે.






Latest News