મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના મોરબી જિલ્લામાં કોઠી પીએચસીને NQAS પ્રમાણપત્ર એનાયત માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

ગુજરાત એસ.ટી.નિગમમાં ડી.ટી.ઓ તથા ડીસીની સમયાંતરે બદલી કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE















ગુજરાત એસ.ટી.નિગમમાં ડી.ટી.ઓ તથા ડીસીની સમયાંતરે બદલી કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના અન્ન અને નાગરીક પુરવઠાના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરીને માંગ કરેલ છે કે ગુજરાત એસ.ટી.નિગમમાં ડી.ટી.ઓ તથા ડીસીની સમયાંતરે બદલી કરવી જોઇએ.કારણ કે ત્યાં ત્રણ વર્ષે નિયમીત બદલી થતી ન હોય તાનાશાહીના લીધે લોકો હેરાન થાય છે.

તેઓએ વધુમાં જણાવેલ છે કે હાલમાં ગુજરાત એસ.ટી. ડીવીઝનમાં વર્ષોથી એક જ જગ્યાએ અમુક ડી.સી.ફરજ બજાવે છે તેમજ ધણા ડીવીઝનમાં ડી.ટી.ઓ પણ એક જ જગ્યાએ ફરજ બજાવે છે. સરકારના મોટાભાગના વિભાગોમાં નિયમોનુસાર ત્રણ વર્ષે બદલી થતી હોય છે જે મુજબ એસટીમાં તેની અમલવારી થતી નથી તેવું જોવા મળે છે. પણ એસ.ટી.નિગમના અધિકારીઓ આ નિયમનુ ખુલ્લે આમ ભંગ કરે છે અને વર્ષોથી એકજ જગ્યાએ ડી.સી. તથા ડી.ટી.ઓ પોતાની મનમાની કરે છે પોતાની પેઢી હોય તેવું વહીવટ ચલાવે છે કોઈપણ અધિકારી અરજીનો સમયસર નિકાલ કરતા નથી અરજદારે અધિકારી વિરૂધ્ધ કરેલ અરજીનો કોઈ નિકાલ કરતા નથી અને અમદાવાદ સેન્ટ્રલ ઓફીસ ખાતે અસંખ્ય અરજી ઓ નિકાલ કર્યા વગરની એમજ પડી રહેલ છે તેમજ અમદાવાદ સેન્ટ્રલ ઓફીસ રાણીય ખાતે વર્ષોથી કર્મચારી અડીંગો જમાવીને બેઠા છે અને પોતાની રીતે વહીવટ ચલાવે છે અને ભાજપ સરકારને બદનામ કરે છે આની અસર આવતી ચુંટણીમા જરૂર આપને જોવા મળશે આવા ત્રણ વર્ષોથી ઉપરના અધિકારી કર્મચારીને તાત્કાલીક બદલી કરવાની આપના લેવલે સુચના આપશો જેથી વહીવટ સારી રીતે ચાલે અને પ્રજાને પુરતો લાભ મળી શકે હાલનો વહીવટ અંધેરીનગરીને ગંડુરાજા જેવો ચાલે છે હાલમાં ૪ થી ૫ રેગ્યુલર ડી.સી. ફરજ બજાવે છે તો ડી.ટી.ઓને પ્રમોશન આપી રેગ્યુલર ડી.સી. બનાવવા જરૂરી છે તો આ બાબતે આપ સાહેબ યોગ્ય કરવા મારી વિનંતી છે.






Latest News