મોરબીની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિશ્વ શૌચાલય દિવસ–૨૦૨૫ ની ઉજવણીનો પ્રારંભ
વાંકાનેરના વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે માર્ગ સલામતી જાગૃતિનો કાર્યક્રમ યોજાયો: દીકરીઓને કર્યું સાયકલનું વિતરણ
SHARE
વાંકાનેરના વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે માર્ગ સલામતી જાગૃતિનો કાર્યક્રમ યોજાયો: દીકરીઓને કર્યું સાયકલનું વિતરણ
વાંકાનેરના વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વઘાસીયા, ઢુવા અને જાંબુડીયા ગામની સરકારી શાળાની ૧૯ વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લામાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે સીએસઆર પહેલ હેઠળ શૈક્ષણિક રીતે પ્રગતિશીલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સાથે માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વઘાસિયા, ઢુવા અને જાંબુડિયા ગામની સરકારી શાળાની વિદ્યાર્થીનીઓને કુલ ૧૯ સાયકલ વિતરણ કરવામાં આવી હતી અને શાળા બાળકોને માર્ગ સલામતી તથા સુરક્ષિત મુસાફરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રોજેક્ટ ડાયરેક્ટર અજયકુમાર સ્વામી, વાંકાનેર નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રોહિત પ્રજાપતિ, વાંકાનેરના પીઆઇ હકૂમતસિંહ જાડેજા સહિતના અધિકારીઓ અને શાળાના બાળકો હાજર રહ્યા હતા.