મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરના ધાબા ઉપરથી દારૂની 37 બોટલ મળી, આરોપીની શોધખોળ


SHARE































વાંકાનેરમાં ઘરના ધાબા ઉપરથી દારૂની 37 બોટલ મળી, આરોપીની શોધખોળ

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં ડબલ ચાલી રામાપીરના મંદિર વાળી શેરીમાં રહેતા શખ્સનાં ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરના ધાબા ઉપરથી દારૂની 37 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 48,100 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે, રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મિલ પ્લોટ વિસ્તારમાં ડબલ ચાલી રામાપીરના મંદિર વાળી શેરીમાં રહેતા મોહીન ઉર્ફે મોન્ટી હાલા ના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે મોહીનના ઘરના ધાબા ઉપરથી દારૂની 37 બોટલ મળી આવતા પોલીસે 48,100 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે મોહીન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઈ હાલા રહે. મિલ પ્લોટ ડબલ ચાલી રામાપીરના મંદિર વાળી શેરી વાંકાનેર વાળા સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.












Latest News