મોરબી નજીક કારખાનાના રૂમમાં નવોઢાએ ન કરવાનું કરી નાખ્યું: તપાસ શરૂ
મોરબીમાં સાત વર્ષના બાળકે બનાવેલ ચિત્ર કેન્દ્રીય મંત્રી અમિત શાહે હાથો હાથ સ્વીકાર્યું
SHARE
મોરબીમાં સાત વર્ષના બાળકે બનાવેલ ચિત્ર કેન્દ્રીય મંત્રી અમિત શાહે હાથો હાથ સ્વીકાર્યું
ગઈકાલે મોરબીમાં કમલમ કાર્યાલય નું ઉદઘાટન કરવા માટે થઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મોરબીના આંગણે આવ્યા હતા અને તેઓના હસ્તે કકાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં અમિત શાહની સ્પીચ ચાલુ હતી દરમિયાન એક સાત વર્ષનો બાળક પોતાના હાથમાં અમિતભાઈ શાહનું બનાવેલ ચિત્ર લઈને આગળ આવ્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થયા પછી અમિત શાહે તે બાળક પાસે જઈને તેની પાસેથી બાળકે બનાવેલ ચિત્ર હાથો હાથ સ્વીકાર્યું હતું અને પોતાના ફોટોગ્રાફ પણ બાળક પાસે રહેલા ફોટો ઉપર કરી આપ્યો હતો આ બાળકનું નામ યુગ દિનેશભાઈ મહેતા છે અને આ બાળકે અગાઉ બે વખત આવી જ રીતે ચિત્ર બનાવીને અમિત શાહને યુગ મહેતાએ ભેટ આપ્યા છે અને હાલમાં 24 બાય 28 ઇંચ નું અમિત શાહનું ચિત્ર બનાવીને તેઓને ભેટ આપ્યું હતું