પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના મહિકા ગામે વાડીએ ખનીજ માફિયાઓના ત્રાસથી ત્રણ પિતરાઈ ભાઈઓ ઝેરી દવા પી લેતા એકનું મોત: લીઝ રાખનાર તેમજ ગામના મહિલા સરપંચના ભાઈ સહિત પાંચ સામે ફરિયાદ


SHARE















વાંકાનેરના મહિકા ગામે વાડીએ ખનીજ માફિયાઓના ત્રાસથી ત્રણ પિતરાઈ ભાઈઓ ઝેરી દવા પી લેતા એકનું મોત: લીઝ રાખનાર તેમજ ગામના મહિલા સરપંચના ભાઈ સહિત પાંચ સામે ફરિયાદ

વાંકાનેરના મહિકા ગામે વાડીએ ત્રણ પિતરાઈ ભાઈઓને માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યાર બાદ ધોકા સથે ત્રણ શખ્સો વાડીએ આવ્યા હતા જેથી મરના ડરથી ત્રણેય યુવાનોએ ઝેરી દવા પી લીધી હતી જેથી ત્રણેય યુવાનોને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, તે ત્રણ પૈકીના એક યુવાનનું સારવારમાં મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં આધેડે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિકા ગામના મહિલા સરપંચના ભાઈ તથા લીઝ મેળવનાર સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરના મહીકા ગામે રહેતા વિનોદભાઈ ધરમશીભાઈ બાંભણીયા (53)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોબરભાઇ ભરવાડ રહે. સમઢીયાળા, વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડા અને વિઠ્ઠલભાઈનો દીકરો ભરત રહે. બંને કોઠી, હનીફભાઈ રહે. મહિકા અને હેમેશભાઇ પટેલની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ગત તા. 19/11 ના રોજ સવારે 9:00 વાગ્યાના અરસામાં ફરિયાદીના બે દીકરા કલ્પેશ અને વિશાલ તથા તેના ભાઈનો દીકરો યસ તેઓની મહિકા ગામની નદીના કાંઠે આવેલ વાડીએ હતા ત્યારે હેમેશભાઈ પટેલની મહિકા ગામની નદીના કાંઠે લીઝ મંજૂર થયેલ છે જે બાબતે મનદુખ ચાલતું હોય ગોબરાભાઈ ભરવાડ ત્યાં લોડર અને અલ્ટો  ગાડી લઈને આવતા હતા જેથી ફરિયાદીના ખેતર વચ્ચેથી વાહન ન ચલાવવા માટે ફરિયાદીના દીકરા કલ્પેશ અને વિશાલ તેમજ તેના ભાઈના દીકરા યસ એ કહ્યું હતું જે બાબતે ઉસકેરાઈ જઈને ગોબરાભાઈએ ફરિયાદીના દીકરા તથા તેના ભાઈના દીકરા સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ત્યારે કલ્પેશ અને યસને ઢીકાપાટુનો મારમારીને શરીરે ઇજા કરી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

ત્યારબાદ ગોબરાભાઈ, વિઠ્ઠલભાઈ અને વિઠ્ઠલભાઈનો દીકરો હાથમાં લાકડાના ધોકા લઈને ત્યાં આવ્યા હતા ત્યારે ફરિયાદીના દીકરાઓ તથા તેના ભાઈના દીકરાને મારી નાખશે તેવી બીક લાગી હતી અને તે ત્રણેય વાડીમાં પડેલ ખેતીમાં છાંટવાની ઝેરી દવા પોતે પોતાની જાતે પી લેતા તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન ફરિયાદીના ભાઈના દીકરા યસનું ચાલુ સારવારમાં રાજકોટ ખાતે મોત નીપજ્યું હતું અને પંદરેક દિવસ પહેલા ફરિયાદી વાડીએ એકલા હતા ત્યારે ગામના મહિલા સરપંચના ભાઈ હનીફભાઈ અને લીઝ રાખનાર હેમેશભાઈ પટેલ બંને તેઓની વાડીએ આવ્યા હતા અને જમીન ખાલી કરી નાખવાની તેમજ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરશું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગામના મહિલા સરપંચના ભાઈ, લીઝ રાખનાર સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News