મોરબીમાં ઘરની છત ઉપર પારા પેટે બેઠેલા યુવાનને ચક્કર આવતા નીચે પડતા ગંભીર ઈજા પામેલા યુવાનનું મોત
હળવદના અજીતગઢ ગામે વાડીએ ઇલેક્ટ્રીક ટીસીમાંથી શોર્ટ લાગતાં પરણીતાનું મોત
SHARE
હળવદના અજીતગઢ ગામે વાડીએ ઇલેક્ટ્રીક ટીસીમાંથી શોર્ટ લાગતાં પરણીતાનું મોત
હળવદ તાલુકાના અજીતગઢ ગામની સીમમાં આવેલ વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્ની વાડીએ મૂકવામાં આવેલ ઇલેક્ટ્રીક ટીસી પાસે હતી ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તેને ઇલેક્ટ્રીક શોટ લાગતા તે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના અજીતગઢ ગામની સીમમાં રજનીભાઈ પ્રેમજીભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સામંતભાઈ ચૌહાણના પત્ની કીર્તિદાબેન સામંતભાઈ ચૌહાણ (20) નામની મહિલા વાડીએ મૂકવામાં આવેલ ઇલેક્ટ્રીક ટીસી પાસે હતી ત્યારે કોઈ કારણસર અકસ્માતે તેને ઈલેક્ટ્રીક શોટ લાગતા તે મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે









