મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના મોરબી જિલ્લામાં કોઠી પીએચસીને NQAS પ્રમાણપત્ર એનાયત માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના નજીક ત્રીપલ સવારી બાઈકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: બે સારવારમાં


SHARE















વાંકાનેરના નજીક ત્રીપલ સવારી બાઈકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: બે સારવારમાં

વાંકાનેર નજીક ત્રિપલ સવારી બાઇકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું અને બે યુવાનને ઇજા થતા તેને સારવારમાં ખસેડાયેલ છે. જે બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

વાંકાનેરના હસનપર ઓવરબ્રિજ નજીક આવેલા જ્યોતિ સીરામીક કારખાના પાસે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં તા.21/11 ના રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં ત્રિપલ સવારીમાં બાઈક નંબર જીજે 36 એ એચ 4310ને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા પાનેલી ગામના રહેવાસી રાહુલભાઈ રમેશભાઈ વાઘાણી (32)ને ગંભીર ઇજાઓ થઈ હતી.જેથી તેને વાંકાનેર ખાતે સારવાર માટે લઈ જવા આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબી લાવવામાં આવતો હતો ત્યારે રસ્તામાં રાહુલ રમેશભાઈનું મોત નિપજયુ હતું. આ બનાવમાં રાહુલના ફૈબાના દીકરા ભરતભાઈ નાથાભાઈ વિંજવાડીયા (27) રહે.હસનપર તથા કિશન નાથાભાઈ વિંજવાડીયા (24) રહે.હસનપર વાળાને ઇજાઓ થઈ હોય તે બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હાલમાં આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક રાહુલ વાઘાણી તેના ફૈબાને ત્યાં વાંકાનેરના હસનપર ગામે રહેતો હતો અને મામા-ફૈઈના ત્રણેય ભાઈઓ વાંકાનેરના રાતીદેવડી ગામ બાજુ મજૂરી કામ માટે આવ્યા હતા અને ત્યાંથી પરત તેઓ પોતાના ઘરે જતા હતા. ત્યારે હસનપર બ્રિજ નજીક કારખાના પાસે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું છે.






Latest News