મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી વાતમાં યુવાને ગાળો આપીને છરીનો ઘા ઝીકયો: પાઇપ-ધોકા વડે ચાર શખ્સોએ મારમાર્યો


SHARE







મોરબીમાં નજીવી વાતમાં યુવાને ગાળો આપીને છરીનો ઘા ઝીકયો: પાઇપ-ધોકા વડે ચાર શખ્સોએ મારમાર્યો

મોરબીના ભડીયાદ કાંટા પાસે આવેલ જવાર સોસાયટીમાં રહેતા યુવાનના પગ પાસે એક શખ્સે કાર લઈ આવીને બ્રેક કરી હતી જેથી કાર ચાલકને યુવાને કહ્યું હતું તે બાબતે ઉશ્કેરાઈ ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને ગાળો આપીને લોખંડના પાઇપ અને ધોકા પડે માર માર્યો હતો અને યુવાનને જમણા હાથમાં છરીનો ઘા મારીને ઇજા કરવામાં આવી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ મોરબી તાલુકાના ખાખરાળા ગામના રહેવાસી અને હાલમાં ભડિયાદ કાંટા પાસે આવેલ જવાર સોસાયટી શેરી નં-6 માં રહેતા મહેશભાઈ દેવજીભાઈ વણોલ (23)મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધ્રુવભાઈ દામજીભાઈ મકવાણા, દામજીભાઈ, અજય અને મહેશ રહે. બધા ભડીયાદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે જવાહર સોસાયટીમાં તે ઉભો હતો ત્યારે આરોપી ધ્રુવભાઈ તેની વરના કાર લઈને આવ્યો હતો અને ફરિયાદીના પગ પાસે બ્રેક મારી હતી જે બાબતે ફરિયાદીએ આરોપીને કહેતા તેણે ફરિયાદીને ગાળો આપી હતી ત્યારબાદ દામજીભાઈ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી યુવાનને ગાળો આપીને લોખંડના પાઇપ વડે જમણા પગમાં માર માર્યો હતો તેમજ અજયએ ધોકા વડે માર માર્યો હતો ત્યારે આરોપી મહેશે ફરિયાદીને પકડી રાખેલ હતો અને ધ્રુવભાઈએ તેની પાસે રહેલ છરીનો ફરિયાદીને જમણા હાથમાં મારીને ઇજા કરી હતી અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News