મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક ખાતે મેડીકલ કેમ્પ યોજાયો
મોરબીના નાનીવાવડી ગામે ઘરે સીડી ઉપરથી પડી જતાં ઇજા પામેલ આધેડનું મોત: રંગપર પાસે કારખાનામાં હાર્ટ એટેકથી યુવાનનું મોત
SHARE
મોરબીના નાનીવાવડી ગામે ઘરે સીડી ઉપરથી પડી જતાં ઇજા પામેલ આધેડનું મોત: રંગપર પાસે કારખાનામાં હાર્ટ એટેકથી યુવાનનું મોત
મોરબીના નાનીવાવડી ગામે રહેતા આધેડ પોતાના ઘરે સીડી ઉપરથી નીચે પડી ગયા હતા જેથી તેને માથામાં ગંભીર ઇજા થવાના કારણે તેનું મોત નીપજયું હતું જ્યારે રંગપર ગામની સીમમાં કારખાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કારખાનામાં હતો દરમિયાન તેને હાર્ટ એટેક આવી જતા તે યુવાનનું મોત નીપજયું હતું આ બંને બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે.
મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા બીજલભાઇ છગનભાઈ મકવાણા (54) નામના આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે સીડી ઉપરથી અકસ્માતે પડી જતા માથામાં ઇજા થવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી જ્યારે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સ્પેન્ટાગોન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા શશિભુવન સુખદેવ પટેલ (35) નામના યુવાનને હાર્ટ એટેક આવી જતા તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.