મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો બોલ માડી અંબે, જય જગદંબે: મોરબીથી અંબાજી સુધી 355 કિલો મીટરની પદયાત્રાએ અંબિકા પદયાત્રા સંઘ રવાના વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા રજૂઆતો કરનારા ગામના સરપંચ અને તેના પુત્ર ઉપર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો વાંકાનેરના ધમલપર નજીક કારખાનામાં લોખંડનો ટાંકો માથે પડતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓ અને ભામાશાઓનુ સન્માન
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં


SHARE





મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં

મોરબીના બંધુનગર ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપરની નેશનલ હાઇવેની કટ પાસેથી રોડ ક્રોસ કરવા માટે ઊભેલ ક્રેન ચાલકના ક્રેન સાથે ટ્રક અથડાયો હતો જેથી ક્રેન પલટી મારી ગઈ હતી અને ત્યાં ઉભેલા યુવાન ઉપર પડતા તેને પગમાં ફ્રેક્ચર અને શરીરે ઇજાઓ થઈ હતી તથા ક્રેનના ચાલકને પણ હાથમાં ઈજા થયેલ હતી જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

મોરબીના બંધુનગર ગામે રહેતા વિજયભાઈ જયંતીભાઈ ફેફર (39)ટ્રક કન્ટેનર નંબર જીજે 39 ટીએ 3002 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામ પાસે રોડની કટ પાસેથી રોડ ક્રોસ કરવા માટે થઈને તે ઊભો હતો તેની બાજુમાં સાહેદ રામપ્રવેશ તેના હવાલા વાળું ક્રેન નંબર જીજે 36 એસ 3569 લઈને નેશનલ હાઇની કટ પાસે રોડ વચ્ચેની કટમાં યુટર્ન લેતો હતો ત્યારે અડધી ક્રેન વળી ગઈ હતી અને તેવા સમયે ટ્રક કન્ટેનરના ચાલકે પોતાનું વાહન બેફિકરાયથી ચલાવીને ક્રેન સાથે અથડાવતા ક્રેન પલટી મારી ગઈ હતી અને ત્યા ઉભેલા ફરિયાદી ઉપર પડી હતી જેથી ફરિયાદીને ડાબા પગના ભાગે ફ્રેકચર જેવી ઇજા થયેલ છે. તેમજ ક્રેનના ચાલક રામપ્રવેશને હાથે ઇજા થયેલ છે જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ વિજયભાઈ ફેફરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવ શરૂ કરે છે




Latest News