મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો
SHARE
મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો
મોરબીના બરવાળા અને બીલીયાના રસ્તા ઉપર કરિયાણાની દુકાન પાસે યુવાન ઉભો હતો ત્યારે તેને ગાળો આપીને લોખંડના પાઇપ વડે તે યુવાનને ડાબા પગમાં માર મારીને ફ્રેકચર જેવી ઇજા કરવામાં આવી હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા જગમાલભાઈ શામજીભાઈ ડાભી (25)એ પ્રમોદભાઈ ખીમજીભાઇ પરમાર રહે. બરવાળા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, બરવાળા અને બીલીયાના રસ્તા ઉપર આવેલ લાલાભાઇની દુકાન પાસે તેઓ હતા ત્યારે આરોપીએ તેને ગાળો આપી હતી અને લોખંડના પાઇપ વડે ફરિયાદીને ડાબા પગના નળાના ભાગે માર મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી જેથી ઈજા પામેલ હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.