મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો બોલ માડી અંબે, જય જગદંબે: મોરબીથી અંબાજી સુધી 355 કિલો મીટરની પદયાત્રાએ અંબિકા પદયાત્રા સંઘ રવાના વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા રજૂઆતો કરનારા ગામના સરપંચ અને તેના પુત્ર ઉપર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો વાંકાનેરના ધમલપર નજીક કારખાનામાં લોખંડનો ટાંકો માથે પડતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓ અને ભામાશાઓનુ સન્માન
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત


SHARE





મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા વૃદ્ધને ચક્કર આવ્યા હતા ત્યાર બાદ હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું હતું જેથી મૃતદેહને દવાખાને લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા પરસોતમભાઈ ગાંડુભાઈ ચાવડા (65) નામના વૃદ્ધને તા. 26 ના રોજ સવારે 11:00 વાગ્યાના અરસામાં ચક્કર આવ્યા હતા ત્યાર બાદ તેઓને સારવાર માટે દવાખાને લઈને આવ્યા હતા અને તે દરમ્યાન વૃદ્ધને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી વૃદ્ધનું મોત નીપજયું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ.ચાવડા દ્વારા કરવામાં આવી હતી

માર મારતા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હરિઓમ રેસ્ટોરન્ટની પાછળના ભાગમાં રહેતા ઘનશ્યામ અજુભાઈ રાજપૂત (36) નામના યુવાનને રેસ્ટોરન્ટના માલિકે ઝઘડો કરીને માર મારતા ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

સરા મુળી રોડ ઉપર રા ચોકડી પાસે બાઇક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો જે બનાવમાં ગીતાબેન રજનીકાંત ભાલોડીયા (50) નામના મહિલાને ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News