મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો
મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા
SHARE
મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા
મોરબીના મકનસર ગામ પાસે રેડ કરવામાં આવી હતી. ત્યારે ત્યાંથી બાવળાની કાંટ અને રીક્ષામાંથી કુલ મળીને ૧૦૨ બોટલ દારૂ મળી આવ્યો હતો અને દારૂના જથ્થા સાથે જે તે સમયે એક શખ્સને પકડવામાં આવેલ હતો. ત્યાર બાદ આ ગુનામાં એક મહિલ સહિત વધુ ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને તે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.
મોરબી એલસીબીની ગત જૂન માહિનામાં બાતમી આધારે સી.એન.જી. રીક્ષા નંબર જીજે ૧૩ એવી ૬૮૨૦ ને મકનસર ગામ પાસે રોકી હતી અને ચેક કરવામાં આવી હતી ત્યારે રિક્ષામાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની કુલ મળીને ૧૦૨ બોટલ દારૂ મળી આવી હતી જેથી પોલીસે રીક્ષા ચાલક સમીર ઉર્ફે સમલો અબ્બાસભાઇ કટીયા રહે. રતનપર ઢાળ વિસ્તાર સુરેંદ્રનગર વાળાને જે તે સમયે દારૂના જથ્થા સાથે પકડ્યો હતો. તેની પૂછપરછમાં તેણે આ દારૂનો જથ્થો મરિયમબેન ઉર્ફે પિન્કીબેન હબીબભાઈ માણેક (35) રહે. ટાવર ચોક પાસે સુરેન્દ્રનગર વાળાનો હોવાનું જણાવ્યુ હતું જેથી મોરબી એલસીબીના સ્ટાફે સુરેન્દ્રનગરના મરિયમબેન ઉર્ફે પિન્કીબેન માણેકની ધરપકડ કરી હતી અને તે મરિયમબેનની પૂછપરછમાં અહીં મોરબીમાં કોને માલ આપવાનો હતો તે અંગેની પૂછપરછ કરવામાં આવતા સામે આવ્યું હતું કે આ દારૂનો જથ્થો મોહમદકેફ અલ્તાફ જુનાણી રહે. મોરબી તથા સાબીર ઉર્ફે શબીર કાસમ કાસમાણી રહે. લાતી પ્લોટ મોરબી વાળાએ મંગાવ્યો હતો જેથી તે બંનેને પણ પકડવામાં આવ્યા હતા અને મહિલા સહિતના ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણેય આરોપીને જેલ હવાલે કરેલ છે.
યુવાન સારવારમાં
મૂળ રાજસ્થાનના રહેવાસી સીતારામ ભગવતસંગ રાવત (23) નામનો યુવાન ઉંચી માંડલ ગામ પાસેથી ટ્રકમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા ટ્રકના ચાલકે તેના વાહનને બ્રેક મારતા યુવાનનો ટ્રક તેની પાછળ અથડાયો હતો જેથી અકસ્માત થયો હતો તે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે
બાઇક સ્લીપ
મોરબીના પીપળીધામ પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતો સ્વેતનરેન્દ્રકુમાર મોરસિયા (28) નામનો યુવાનો બાઇકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના લીધે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે