મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત


SHARE































મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા વૃદ્ધને ચક્કર આવ્યા હતા ત્યાર બાદ હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું હતું જેથી મૃતદેહને દવાખાને લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા પરસોતમભાઈ ગાંડુભાઈ ચાવડા (65) નામના વૃદ્ધને તા. 26 ના રોજ સવારે 11:00 વાગ્યાના અરસામાં ચક્કર આવ્યા હતા ત્યાર બાદ તેઓને સારવાર માટે દવાખાને લઈને આવ્યા હતા અને તે દરમ્યાન વૃદ્ધને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી વૃદ્ધનું મોત નીપજયું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ.ચાવડા દ્વારા કરવામાં આવી હતી

માર મારતા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હરિઓમ રેસ્ટોરન્ટની પાછળના ભાગમાં રહેતા ઘનશ્યામ અજુભાઈ રાજપૂત (36) નામના યુવાનને રેસ્ટોરન્ટના માલિકે ઝઘડો કરીને માર મારતા ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

સરા મુળી રોડ ઉપર સરા ચોકડી પાસે બાઇક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો જે બનાવમાં ગીતાબેન રજનીકાંત ભાલોડીયા (50) નામના મહિલાને ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.












Latest News