મોરબીમાં મહિલા ઉપર તલવારથી જીવલેણ હુમલો કરીને અંગુઠો કાપી નાખવાના ગુનામાં બે આરોપીને 10 વર્ષની સજા
મોરબીને લાંબા અંતરની ટ્રેન ફાળવવા માટે વધુ એક વખત રજૂઆત
SHARE
મોરબીને લાંબા અંતરની ટ્રેન ફાળવવા માટે વધુ એક વખત રજૂઆત
મોરબી ઉદ્યોગનગરી છે અને અહી બાહરના રાજ્યમાંથી ઘણા વેપારીઓ સહિતના લોકો આવે છે તો પણ અહીથી લાંબા અંતરની એકપણ ટ્રેન નથી માટે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે તો પણ ટ્રેન ફાળવવામાં આવેલ નથી જેથી કરીને મોરબીના સામાજિક કાર્યકર દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરીને લાંબા અંતરોની પેસેન્જર ટ્રેનો ફાળવવા માટેની અને નજરબાગ રેલવે સ્ટેશનનો વિકાસ કરવાની માંગ કરેલ છે.
મોરબીમાં રહેતા જયેશભાઈ મકવાણાએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી રેલવે સ્ટેશનને 25 વર્ષમાં માત્ર ડેમું ટ્રેન એક જ પેસેન્જર ટ્રેન તરીકે મળેલ છે. અને તે પણ અવાર નવાર ખરાબ થઈ જાય છે જેથી મુસાફરોને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડે છે. માટે વહેલી તકે મોરબીથી વાંકાનેર ઈલેક્ટ્રીક ડેમુ ટ્રેન શરૂ કરવામાં આવે, ગાંમધીધામ કામખીયા વાયા મોરબી આ પેસેન્જર ટ્રેન અઠવાડિયામાં બે દિવસ ચાલે છે, ગાંધીધામ બાંદ્રા વાયા મોરબી પેસેન્જર ટ્રેનનો સમય 5-6 કલાક વહેલી કરી ડ્રેઈલી ટ્રેન ચલાવવામાં આવે તો લોકોની સુવિધામાં વધારો થાય તેમ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતી ટ્રેનો વાયા મોરબી થઈને ચલાવવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છના મુસાફરોને ફાયદો થાય તેમ છે અને ઓખા રાજકોટ પેસેન્જર ટ્રેનને મોરબી સુધી લંબાવવામાં આવે તેવી માંગ કરેલ છે. આ ઉપરાંત મોરબી નજરબાગ રેલવે સ્ટેશનનો વિકાસ કરવા માટેની પણ રજૂઆત કરી હતી.