વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં પરપ્રાંતિય કર્મચારી-શ્રમિકોની પોલીસ સ્ટેશનમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં પ્રતિબંધિત વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબીમાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેલટરે બહાર પાડ્યું જાહેરનામું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પ્રતિબંધિત વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ


SHARE











મોરબી જિલ્લામાં પ્રતિબંધિત વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લાના ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઈલ, પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવવાની મનાઈ ફરમાવતું જાહેરનામું મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

 આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારો પૈકી નવલખી પોર્ટ, મચ્છુ ડેમ- ૧ અને ૨, નવલખી દરિયાઈ વિસ્તારના આઈલેન્ડના ૨ કિ.મી.ના વિસ્તારમાં, મોરબી સબ જેલની ૨૫૦ મીટર વિસ્તારમાં, આઈ.ઓ.સી. પાઈપ લાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા.લી.કંપની, વાછકપર, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુંતાસીથી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન, ડિસ્ટ્રીકટ કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, નગર દરવાજા માર્કેટ- મોરબી, બસ સ્ટેશન- મોરબી, રેલ્વે સ્ટેશન- મોરબી, સિવિલ હોસ્પિટલ, નવલખી અને જુના અંજીયાસર ફીસીંગ પોઈન્ટ, જિલ્લામાં આવેલ તમામ વીજ સબ સ્ટેશનો, ડેમી ડેમ- ૧ અને ૨, બ્રાહ્મણી ડેમ- ૧ અને ૨, બંગાવડી ડેમના ૧૦૦ મીટરના વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેર ૫૦ મીટરના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તારીખ ૩૧/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે






Latest News