મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદમાં બે બુકાનીધારી શખ્સે વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને કરી 7 લાખની લૂંટ: તપાસનો ધમધમાટ


SHARE













હળવદમાં બે બુકાનીધારી શખ્સે વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને કરી 7 લાખની લૂંટ: તપાસનો ધમધમાટ

હળવદના રાણેક્પર રોડ ઉપરથી વેપારી યુવાન રોકડા 7 લાખ રૂપિયા થેલામાં લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બે બૂકનીધારી શખ્સો દ્વારા તેને અંતરને તેની આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી અને ત્યારબાદ તેની પાસેથી રોકડ રૂપિયા ભરેલ થેલો લૂંટી લેવામાં આવેલ હતો અને લૂંટારુઓ ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે લુટરૂને પકડવા માટે તાત્કાલિક નાકાબંધી કરાવી હતી અને હવે ભોગ બનેલ વેપારીની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

હળવદમાં આવેલ આનંદ બંગલો સોસાયટીમાં રહેતા અને હળવદ માર્કેટ યાર્ડમાં વેપાર કરતાં વેપારી યુવાન રજનીકાંતભાઈ દેથરીયા ગઈકાલે હળવદ માર્કેટયાર્ડ ખાતેથી પરત આવી રહ્યા હતા ત્યારે તેની પાસે થેલામાં રોકડા સાત લાખ રૂપિયા હતા અને તેઓ પોતાના બાઈક ઉપર પોણા આઠેવાગ્યાના અરસામાં રાણેકપર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા બે બુકાનીધારી શખ્સો દ્વારા તેને આંતરવામાં આવ્યા હતા અને તેની આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી ત્યારબાદ તેની પાસે રહેલ રોકડા રૂપિયા ભરેલ થેલો લૂંટીને બંને અજાણ્યા શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ બનાવની તાત્કાલિક હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ દોડી આવ્યો હતો અને યુવાન પાસેથી માહિતી મેળવીને લૂંટરૂઓ જે દિશામાં ભાગ્ય હતા તે દિશામાં તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા નાકાબંધી કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી તેમજ વેપારી યુવાનને આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે વેપારી યુવાનની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવનારા આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.






Latest News