મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી : તાલુકાનું વડું મથક તથા સૌથી મોટી ગ્રામ પંચાયત ટંકારામાં ત્રિ-પાખયો જંગ 


SHARE

















મોરબી : તાલુકાનું વડું મથક તથા સૌથી મોટી ગ્રામ પંચાયત ટંકારામાં ત્રિ-પાખયો જંગ 

સગા કાકો- ભત્રીજો અને નિવૃત્ત શિક્ષક ચુનાવી મેદાનમાં : મતદારો મનાવવા પ્રચંડ પ્રચાર

મતદાન દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તાલુકાની સૌથી મોટી નવ હજારથી વધુ મતદારો ધરાવતી ટંકારા ગ્રામ પંચાયત જેમા કુલ ૧૪ વોર્ડનો સમાવેશ થાય છે જેમા સરપંચ બનવા ત્રણ ઉમેદવારો પોતાની પેનલના સભ્યો સાથે મેદાને ઉતર્યા છે. ટંકારા પંચાયત ચુનાવ જ્ઞાતિવાદ કરેલ કામ અને નામ આધારે લડાતું આવ્યુ છે એજ રીતે આ વખતની ચુંટણી પણ લડાઈ રહી છે. 

ટંકારા ગ્રામ પંચાયતના મતદારોમાં સોથી વધુ ૨૨૫૦ જેટલા પાટીદાર, ૨૦૦૦ જેટલા મુસ્લિમ,  ૧૧૩૦ જેટલા દેવીપુજક, ૫૦૦ જેટલા ભરવાડ, ૫૦૦ જેટલા અનુ. જાતિ, ૪૦૦ જેટલા કોળી ઠાકોર,  ઉપરાંત લુહાણા, સોની બ્રાહ્મણ, વાણીયા, સુથાર, લુહાર, સાધુ, ગઢવી, રબારી, કડિયા, કુંભાર, દરબાર, મોચી, વાણંદ અને ખત્રી સહિતના ૨૦૦૦ જેટલા અને તે ઉપરાંત પણ ૨૫૦ જેટલા જુદા જુદા સમાજના મતદારો મળી કુલ નવ હજારથી વધુ મતદારો છે.

આ ટર્મમાં ટંકારા પંથકમાં પ્રખ્યાત છાપરી વાળા ઈશાબાપા પુર્વ સરપંચના પુત્ર હબીબ ઈશા સરપંચ માટે મેદાનમાં છે તો એ જ કુટુંબના ઈશાબાપાના પૌત્ર તથા માજી સરપંચ ઈભુભાઈના પુત્ર યુવા એડવોકેટ સિરાઝ અબ્રાણીએ પણ સરપંચ તરીકે ઉમેદવારી કરતા કાકો ભત્રીજો મેદાનમાં ઉતાર્યા છે તો સામે પાટીદાર સમાજમાંથી નિવુત શિક્ષક ગોરધનભાઈ ખોખાણી ઉર્ફે માસ્તર ચુંટણી લડી રહ્યાં છે જેથી ખરાખરીનો ત્રિ-પાખયો જંગ જામ્યો છે.ધણા દશકા સહકારી ક્ષેત્રના ભિષમપિતા વાધજી બોડાના નેજા હેઠળ ચુનાવ થતો આવ્યો છે જેના આશિવાઁદથી કાનાભાઇ સરપંચ પતિ પત્ની બે ટર્મ વટભેર ચુંટાયેલા જે  આ વખતે ચુંટણીના રણમેદાનમા ઉતર્યા નથી પરંતુ તેના સાથી મિત્રો ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મતદારો પણ શાણા થઈ પ્રત્યેક પ્રતિસ્પર્ધી ને તેની સાથે છે નો ખોંખારો ખાઈને આશ્વાસન આપી મન કળાવા દેતા નથી જેથી ભર શિયાળે રીતસરનો ગરમાવો જોવા મળી રહ્યો છે.

 




Latest News