મોરબી : તાલુકાનું વડું મથક તથા સૌથી મોટી ગ્રામ પંચાયત ટંકારામાં ત્રિ-પાખયો જંગ
ટંકારા પોલીસે રાજકોટથી મોરબી ઠલવાતા ૪૫૦ લીટર દેશીદારૂ સાથે એકને દબોચ્યો, બે ની શોધખોળ
SHARE









ટંકારા પોલીસે રાજકોટથી મોરબી ઠલવાતા ૪૫૦ લીટર દેશીદારૂ સાથે એકને દબોચ્યો, બે ની શોધખોળ
ટંકારા પોલીસ સ્ટાફ ગઇકાલ બપોરે ત્રણેક વાગ્યે લજાઇ ચોકડીની પાસે વોચમાં હતો તે દરમિયાન રાજકોટ તરફથી આવતી અતુલ શકિત ઓટો રિક્ષાને અટકાવીને તલાશી લેતા રીક્ષામાંથી ૪૫૦ લીટર દેશીદારૂનો જથ્થો મળી આવતા દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરવામાં આવી હતી અને બે ઇસમોના નામ ખૂલતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.
ટંકારા પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ સ્ટાફ રાજકોટ હાઇવે ઉપર લજાઈ ચોકડી નજીક હતો ત્યારે રાજકોટ તરફથી આવી રહેલ અતુલ શક્તિ ઓટો રીક્ષા નંબર જીજે ૧ સીવાય ૫૮૬૯ ને અટકાવીને રીક્ષાની તલાશી લેતા રિક્ષામાંથી ૪૫૦ લિટર દેશીદારૂ મળી આવતા રૂપિયા નવ હજારની કિંમતના દેશી દારુ તથા રૂપિયા ૨૫ હજારની રિક્ષા એમ કુલ મળીને ૩૪ હજારના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી રવિ સંજય સોલંકી જાતે દેવીપૂજક (૨૩) ધંધો ડ્રાઇવિંગ રહે.ચુનારવાડા રાજકોટ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી ઉપરોકત 'માલ' રોહિત બાવાજી રહે. મોરબીએ મંગાવ્યો હોય અને મોકલનાર તરીકે રાજકોટના સુમિત ઓડનું નામ ખૂલતાં તે બંનેની વિરુદ્ધ પણ પ્રોહીબીશન એકટ મૂજબ ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં આધેડનું મોત
મોરબીના હાજયાળી ગામે રહેતા અશ્વિનભાઈ ભવાનભાઈ લોરીયા (ઉ.વ .૪૨) નામના આધેડ પોતાનું બાઇક લઇ જતા હતા ત્યારે લૂંટાવદર પાસે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમને હડફેટે લેતા અશ્વિનભાઈને સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.જયાં ટુંકી સારવાર બાદ તેમનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.
યુવાન રાજકોટ ખસેડાયો
માળીયા મિંયાણા તાલુકાના રોહિશાળા ગામે રહેતો મિતેષ જતનભાઈ નાયક નામનો ૨૦ વર્ષીય મજુર યુવાન ભાઈલાલભાઈની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો અહીં 'રાબેતા મુજબ' પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મિતેશ નાયકને રાજકોટ ખસેડાયો હતો.બનાવની જાણ થતાં માળીયા પોલીસ મથકના ક્રિપાલસિંહે આગળની તપાસ શરૂ કરી છે.
