રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજ વટાવના ગુનામાં સંડોવાયેલ શખ્સ અને હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલાને પાસા


SHARE







મોરબીમાં વ્યાજ વટાવના ગુનામાં સંડોવાયેલ શખ્સ અને હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલાને પાસા

મોરબી શહેરમાં અવારનવાર વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલ શખ્સ તથા હળવદ તાલુકા વિસ્તારમાં દેશી દારૂના વેચાણના ધંધા સાથે સંડોવાયેલ મહિલાની પાસા દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી જેથી કરીને સ્થાનિક પોલીસ દ્વારા તે બંનેને પકડીને રાજ્યની જુદી જુદી જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં અવારનવાર વ્યાજ વટવના ગુનામાં પકડાયેલ દિનેશભાઈ મકવાણા સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ.પટેલ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને પાસા દરખાસ્ત મોકલવામાં આવી હતી અને તે પાસા દરખાસ્તને મંજુર કરવામાં આવતા કરવામાં આવી છે જેથી કરીને એ ડિવિઝન પોલીસ દ્વારા દિનેશભાઈ ગગુભાઈ મકવાણા (46) રહે. કંડલા બાયપાસ ભક્તિનગર સર્કલ પાસે ધર્મસૃષ્ટિ સોસાયટી મોરબી વાળાને પાસા હેઠળ પકડીને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે

હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલ મહિલા બુટલેગરની પાસા દરખાસ્ત મોકલવામાં આવી હતી અને તેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા હળવદ તાલુકા પોલીસ દ્વારા દારૂના ધંધા સાથે સંડોવાયેલ મહિલા બુટલેગર ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ રહે. ચીરોડા તાલુકો ચોટીલા વાળાને પાસા હેઠળ પકડીને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ છે.






Latest News