જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના અનુ.જાતિ સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય અપાશે


SHARE







મોરબી જિલ્લાના અનુ.જાતિ સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય અપાશે

બોધિસત્વ ટ્રસ્ટ જામનગર દ્વારા જામનગર દેવ ભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લા ખાતે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર ક્લાસ, મેડિકલ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી વર્ગો, શૈક્ષણિક સહાય જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના અનુસંધાને હાલ સંસ્થા દ્વારા મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાનાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહયોગ આપવાનું નક્કી કરેલ છે.

જેમની પરીક્ષા માટેનાં ફોર્મ મોરબી ખાતેથી મળી રહેશે. અને હાલ 9 માં ધોરણમાં અભ્યાસ કરતા ગુજરાતી માધ્યમનાં અનુ.જાતિ સમાજના મોરબી અને અન્ય બે જિલ્લાઓના વિદ્યાર્થીઓ તારીખ 28/02/2025 સુધી વિનામૂલ્યે ફોર્મ મેળવી જમાં કરાવી આપવાના રહેશે. મોરબી જિલ્લાના અનુ.જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય વર્ષ-2026-27 માટેના ફોર્મ મેળવવા માટે કે.આર.ચાવડા (ડો.બાબા સાહેબ આંબેડકર સ્કૂલ રોહીદાસ પરા મોરબી-1) મો.9925801260, મહેશભાઈ ભંખોડિયા (ઓમ શ્રી સ્ટુડિઓ નોબલ કિડી સ્કૂલ પાસે ભાડીયાદ રોડ મોરબી-2) મો.9913897605, દિલીપભાઈ દલસાણીયા મો.8000827577, હળવદ માટે અનિલભાઈ સોલંકી મો.8000777895, વાંકાનેર માટે મનુભાઈ સારેસા (મહાકાળી ટેલીકોમ નવા બસ્ટેન સામે વાકાનેર) મો.9913444547, ટંકારા માટે નાગજીભાઈ ચૌહાણ મો.8141990009, માળિયા (મિં) માટે અમરશીભાઈ પરમાર (ફેશન સિલેકશન,ભગવતી કૃપા ૨ દુકાન નં છ પીપળીયા ચાર રસ્તા, માળીયા) તથા વધુ માહિતી માટે 9979891947 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.






Latest News