જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા યુવાનને દોડ્યા બાદ હાર્ટ એટેકથી મોત


SHARE







મોરબીમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા યુવાનને દોડ્યા બાદ હાર્ટ એટેકથી મોત

મોરબીમાં રહેતો યુવાન પોલીસની ભરતી આવી રહી છે તેની તૈયારી કરી રહ્યો હતો અને દોડની પ્રેકટિસ કરવા માટે એલ.ઇ. ગ્રાઉન્ડ ખાતે ગયો હતો ત્યારે ત્યાં દોડ્યા બાદ તેને અચાનક છાતીમાં ગભરામણ થવા લાગી હતી અને હાર્ટ એટેકથી તેનું મોત નીપજયું હતું જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ગાયત્રીનગર વિસ્તારમાં રહેતો રાજેશકુમાર નાગદાનભાઈ જેઠા (25) નામનો યુવાન મોરબીમાં આવેલ એલ.ઇ. કોલેજના ગ્રાઉન્ડ ખાતે ગઈકાલે રાતે પોણા નવ વાગ્યના અરસામાં દોડવા માટે ગયો હતો દરમિયાન કોઈ કારણોસર તેને ગભરામણ થવા લાગી હતી અને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલા એ.એમ.જાપડીયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, મૃતક યુવાન પોલીસની ભરતી માટેની તૈયારી કરી રહ્યો હતો જેથી કરીને તે મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડ ખાતે દોડવા માટે ગયો હતો અને તેને અચાનક ગભરામણ થવા લાગી હતી અને હાર્ટ એટેક આવી જવથી તે યુવાનનું મોત નીપજયું છે






Latest News