મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની સિરામિક પ્રોડક્ટમાં પરિવહન દરમ્યાન તૂટફૂટ થાય તો જવાબદારી ફેક્ટરી-પાર્ટીની રહેશે: ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.નો મોરબી સિરામિક એસો.ને જવાબ


SHARE









મોરબીની સિરામિક પ્રોડક્ટમાં પરિવહન દરમ્યાન તૂટફૂટ થાય તો જવાબદારી ફેક્ટરી-પાર્ટીની રહેશે: ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.નો મોરબી સિરામિક એસો.ને જવાબ

મોરબીથી સિરામિક પ્રોડક્ટને વાહનમાં ભરીને વેપારી સુધી પહોંચાડવામાં આવે તે દરમિયાન કોઈપણ કારણસર તેમાં તૂટફૂટ થતી હોય તેવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે જેથી તાજેતરમાં સિરામિક એસો.ની મિટિંગ મળી હતી તેમાં માલ વાહનમાં લોડિંગ કરવામાં આવતો હોય ત્યારે માલ લેનાર અથવા તો ટ્રાન્સપોર્ટર કે ડ્રાઇવર ક્લીનરને હાજર રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આમ ટ્રક ટ્રાન્સપોર્ટર ઉપર તુટફૂટની જવાબદારી થોપી દેવાનો પ્રયત્ન થયો હતો જેથી કરીને ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા મીટીંગ બોલાવવામાં આવી હતી અને તેઓના વાહનની અંદર લઈ જવામાં આવતી સિરામિક પ્રોડક્ટમાં તુટફૂટ થાય તો તેની જવાબદારી ફેક્ટરીના માલિક અને માલ લેનાર પાર્ટીની રહેશે તેવું સ્પષ્ટપણે મોરબી સિરામિક એસો.ને જણાવી દેવામાં આવ્યું છે

મોરબીથી સિરામિક પ્રોડક્ટને ટ્રકમાં ભરીને વેપારીઓ સુધી પહોંચાડવામાં આવે ત્યાં દરમિયાન તૂટ ફૂટની સમસ્યાઓ સામે આવી રહી છે જેથી કરીને તાજેતરમાં મોરબી સિરામિક એસોસિયેશનની મીટીંગ મળી હતી જેમાં કેટલાક નિર્ણયો સર્વસંમિતિ કરવામાં આવ્યા હતા તેમ માલ લોડીંગ કરવામાં આવતું હોય તે દરમિયાન માલની ખરીદી કરનાર જવાબદાર વ્યક્તિ અથવા તો ટ્રાન્સપોર્ટર કે ડ્રાઇવર ક્લિનરને ત્યાં હાજર રહેવા, માલ લોડિંગ કરવામાં આવતો હોય ત્યારે માલમાં તુટફૂટ થાય તો તેની જવાબદારી માલ વીક્રેતા અને વેચવા વાળી કંપનીની રહેશે તેમજ કંપનીની બહાર માલ ભરીને વાહન નીકળી જાય ત્યારબાદ બ્રેકેજ સંબંધની સમસ્યા આવે તો બે ટકા સુધીની જવાબદારી વિક્રેતા અને માલ વેચવા વાળી કંપનીની રહેશે નહીં અને તે સંબંધી કોઈ દાવા કરવામાં આવે તો તે સ્વીકારવામાં આવશે નહીં તેવો નિર્ણય કર્યો છે જેની સામે મોરબી અને વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ની મિટિંગ મળી હતી સંસાથના પ્રમુખ પ્રભાતભાઇ આહીરના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં સર્વનુંમતે એવા નિર્ણય કરવામાં આવ્યું છે કે “સીરામીક પ્રોડક્ટના માલના પરિવહન દરમિયાન માલ તૂટફૂટની સમસ્યા ઊભી થતી હોય છે તેવામાં સીરામીક એસો. દ્વારા મીટીંગ કરીને જે નિર્ણય કરવામાં આવેલ છે તે યોગ્ય નથી જો માલમાં તુટફૂટ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી માલ વેંચનાર ફેક્ટરી અથવા પાર્ટીની રહેશે તેવું મોરબી વાંકાનેર ટ્રાન્સપોર્ટેશન દ્વારા સ્પષ્ટપણે મોરબી સિરામિક એસો.ને જાણવી દેવામાં આવેલ છે.




Latest News