જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને આપઘાત કરી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પીજીવીસીએલ દ્વારા વીજ સલામતી-બચત માટે જાગૃતિ રેલી યોજાઇ


SHARE







મોરબીમાં પીજીવીસીએલ દ્વારા વીજ સલામતી-બચત માટે જાગૃતિ રેલી યોજાઇ

મોરબીમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વિવિધ જનજાગૃતિલક્ષી કાર્યક્રમો યોજીને ઉર્જા બચત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોકડ્રિલફીડરોની ચકાસણીવીજ સલામતીની પ્રતિજ્ઞાઉર્જા બચત રેલી યોજીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.

મોરબીમાં પી.જી.વી.એલ. દ્વારા ડીસેમ્બર ઊર્જા બચત માસ પર્વની ઉજવણી અંતર્ગત ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા ઊર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી દરમ્યાન મોરબીમાં પીજીવીસીએલ કચેરીથી વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિક્ષક ઇજનેર ડી.આર. કારીયા સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વીજ સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ રેલી પાવર હાઉસ કમ્પાઉન્ડથી શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ મયુર પુલ, નગર દરવાજા, રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ અને ભક્તિનગર સર્કલ ખાતે પૂરી કરવામાં આવી હતી આ રેલી થકી લોકોને સોલાર કુકરસોલાર હિટરઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવી તેમજ વીજળીનો બિનજરૂરી ઉપયોગ ટાળી વીજળી બચાવવા સંદેશો આપ્યો હતો.






Latest News