હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં ભારે વાહન માટે બંધ કરાયેલ પુલ ઉપરથી સ્કૂલ બસ લઈને નીકળેલા બે વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







ટંકારા તાલુકામાં ભારે વાહન માટે બંધ કરાયેલ પુલ ઉપરથી સ્કૂલ બસ લઈને નીકળેલા બે વાહન ચાલક સામે ગુનો નોંધાયો

ટંકારાથી ધ્રોલ જવાના રોડ ઉપર આવેલ ખાખરા ગામ નજીક આજી નદી ઉપર પુલ આવેલ છે તેનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે અને ત્યાંથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ ત્યાંથી ભારે વાહનો પસાર થતા હોય છે તેવા સમાચાર સામે આવ્યા હતા ત્યાર બાદ ટંકારા પોલીસે બે સ્કૂલ બસના ચાલક સામે કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

ટંકારાના ખાખરા ગામ પાસે આવેલ આજી નદી ઉપરનો પુલ રિપેર કરવા માટેની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને આ પુલ ઉપરથી ટ્રક ડમ્પર બસ સહિતના વાહનોની અવર-જવર બંધ કરવામાં આવેલ છે તેમ છતાં પણ ભારે વાહનના ચાલકો ત્યાં મૂકવામાં આવેલ ગટરને તોડી નાખીને ત્યાંથી પોતાના ભારે વાહનોને પસાર કરતા હોય છે તે પ્રકારના સમાચાર સામે આવ્યા હતા તેવામાં ખાખરા ગામ નજીક નદી ઉપર જે પુલનું કામ ચાલી રહ્યું છે ત્યાંથી સ્કૂલ બસ નંબર આરજે 32 પીએ 0284 લઈને વાહન ચાલક પસાર થતાં કલેકટરના જાહેરનામાથી માહિતગાર હોવા છતાં તેનો ભંગ કરવા બાદ બસ ચાલક ચાલક મનહરભાઈ મલાભાઇ જરૂ (45રહે. લતીપર નવાપરા વિસ્તાર તાલુકો ધ્રોલ વાળાની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે બીજી સ્કૂલ બસ નંબર જીજે ઝેડ 2335 લઈને તેના ચાલક શૈલેષભાઈ નાથાભાઈ કોટડીયા (58) રહે. થોરીયાળી તાલુકો પડધરી વાળો પસાર થતાં તેની સામે પણ જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ સબાબ ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી કરી હતી






Latest News