મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યુ જાહેરનામું મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ  મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં શાસન સ્પર્શ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટીમાં યુવાને જીવન ટુંકાવ્યુ


SHARE













મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સતનામ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સતનામ સોસાયટીમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનુ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સતનામ સોસાયટીમાં રહેતા પ્રભુભાઈ નાથાભાઈ વાંક (40) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતુ અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના બેલા ગામથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર બાઈક આડે કૂતરૂ આવતા અકસ્માતમાં બનાવ બન્યો હતો જે બનાવમાં સોનુભાઈ (40) અને પ્રકાશભાઈ (35) નામના બે યુવાનોને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસે જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ રેન બસેરા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા દક્ષ મહાદેવભાઇ પરમાર (18) નામના યુવાનને ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News