મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

હળવદમાં નજીવા કમિશનર માટે બેંક એકાઉન્ટ આપનારાઓની સામે સાયબર ફ્રોડનો ગુના નોંધાયો: 5 પૈકીના 4 આરોપીની ધરપકડ


SHARE









હળવદમાં નજીવા કમિશનર માટે બેંક એકાઉન્ટ આપનારાઓની સામે સાયબર ફ્રોડનો ગુના નોંધાયો: 5 પૈકીના 4 આરોપીની ધરપકડ


મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પાંચ શખ્સો દ્વારા સાયબર ફ્રોડના નાણા તેઓના બેન્ક એકાઉન્ટમાં આવ્યા બાદ તેનું કમિશન મેળવીને તે નાણાને ચેક થી તેમજ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરીને આંગડિયા પેઢી મારફતે નાણાને સગેવગે કર્યા હતા જેથી કરીને આ બનાવ સંદર્ભે કુલ પાંચ શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે જે પૈકીના ચાર આરોપીને પકડીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા સહિત સમગ્ર દેશની અંદર મ્યુલ એકાઉન્ટ ધારકો સામે ગુના નોંધીને પોલીસ દ્વારા સાયબર ક્રાઇમને અંજામ આપનારા શખ્સોને પકડવામાં આવી રહ્યા છે તેવામાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાઇ છે જેની મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના માનગઢ ગામે રહેતા હરજીવનભાઈ નરભેરામભાઈ પટેલ, કડીયાણા ગામે રહેતા મુકેશભાઈ ગોવિંદભાઈ ભરવાડ તેમજ જગદીશભાઈ ગોવિંદભાઈ ભરવાડ, મેરુપર ગામે રહેતા સાગર ભુદરભાઈ પટેલ અને સાપકડા ગામે રહેતા શ્રીપાલસિંહ દ્વારા એકબીજા સાથે મિલાપીપણું કરીને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ કે છેતરપિંડી કરીને બેન્ક એકાઉન્ટમાં નાણાં મેળવવામાં આવતા હતા અને તે નાણાને સગેવગે કરવા માટે કમિશન મળતું હતું જેમાં શ્રીપાલસિંહ પાસેથી હરજીવનભાઈ પટેલને એક ટકા તેમજ મુકેશભાઈ, જગદીશભાઈ અને સાગરભાઇને અડધો ટકો કમિશન તેઓના બેન્ક એકાઉન્ટમાં આવેલ સાયબર ફ્રોડના નાણામાંથી મળતું હતું અને હરજીવનભાઈના બેન્ક એકાઉન્ટમાં આવેલ રકમ અન્ય ત્રણ આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી અને તે રકમને ચેકથી વીડ્રો કરીને આર્થિક લાભ મેળવ્યો હતો અને રોડની રકમ શ્રીપાલસિંહએ આંગડિયા પેઢી મારફતે મોકલાવીને સગેવગે કરી હતી જેથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે જે પૈકીના હરજીવનભાઈ નરભેરામભાઈ પટેલ, મુકેશભાઈ ગોવિંદભાઈ ભરવાડ, જગદીશભાઈ ગોવિંદભાઈ ભરવાડ અને સાગર ભુદરભાઈ પટેલની પોલીસે ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News