માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીનો સેશન્સ કોર્ટમાંથી જમીન ઉપર છુટકારો


SHARE







મોરબીમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીનો સેશન્સ કોર્ટમાંથી જમીન ઉપર છુટકારો

મોરબીમાંથી ૨ કીલો ૨૩૦ ગ્રામ ગાંજા સાથે એક આરોપી પકડાયો હતો જેથી પોલીસે એનડીપીએસનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યો હતો ત્યાર બાદ આરોપીએ રેગ્યુલર જમીન મેળવવા માટે તેના વકીલ મારફતે કોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને માન્ય રાખીને કોર્ટે આરોપીની જમીન અરજી મંજૂર કરતાં આરોપીનો જામીન પર છુટકારો થયેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ૨ કીલો ૨૩૦ ગ્રામ વનસ્પતી જન્ય ગાંજા સાથે આરોપી આરીફ યાકુબભાઈ કચ્છી રહે. ખાટકીવાસ મોરબીને ઝડપી લીધેલ હતી અને તેની સામે એ ડિવિઝનમાં એનડીપીએસ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો. અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપીએ રેગ્યુલર જામીન માટે તેના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર મારફત અરજી દાખલ કરેલ હતી અને મોરબીના સેસન્સ જજ કે.આર. પંડયા સાહેબે સમક્ષ આરોપીના વકીલ મનીષ પી. ઓઝાએ કરેલ દલીલને માન્ય રાખીને કોર્ટે આરોપી આરીફ યાકુબભાઈ કચ્છીના ૨૫,૦૦૦ ના જમીન મંજૂર કરેલ છે. આ કેસમાં મોરબીના સીનીયર વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા.






Latest News