મોરબી જિલ્લામાં જળ અને સ્વચ્છતા એકમની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ
SHARE
મોરબી જિલ્લામાં જળ અને સ્વચ્છતા એકમની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ
મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ(વાસ્મો)ની બેઠક કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
આ બેઠકમાં ગ્રામ્ય પાણી પૂરવઠા યોજના, પાણી વેરા વસુલાત પ્રોત્સાહન યોજના,પાણી ગુણવત્તા ચકાસણી અને ટેસ્ટીંગની કામગીરી, ગતિ શકિત ઉપર થયેલ એન્ટ્રી સહિતના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ કલેકટરએ જિલ્લામાં જર્જરીત પાણીના ટાંકાનો સર્વે કરી તેમાંથી હાલમાં ઉપયોગમાં લેવામાં આવતા જર્જરીત ટાંકી અને રીનોવેશન થઇ શકે તેવી ટાંકીની વિગતો તૈયાર કરી આ કામગીરી ઝડપથી કરવાની તથા પાણી પુરવઠા લગત ફરિયાદો અને નિવારણની સુચના કલેકટર દ્વારા સબંધિત અધિકારીઓને અપાઇ હતી.
આ તકે મોરબી તાલુકાના કેશવનગરના સંપથી કુવા સુધીની પાઇપલાઇન નાખવાની કામગીરીના તથા હળવદ તાલુકાના શિવપુર ગામમાં પાણી પુરવઠાના કામગીરીના અંદાજને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાત મોરબી તાલુકાના બંધુનગર ગામમાં ગ્રામ્ય પાણી વિતરણ યોજના અન્વયે ૫૦ હજાર લિટર ઉંચી ટાંકી કનેકટીંગ પાઇપલાઇન અને પંપિંગ મશીનરીને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શૈલેશ ભટ્ટ, કાર્યપાલક ઇજનેર મહેશકુમાર દામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.વી. શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.