હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 17,514 બોટલ દારૂના ગુનામાં ગોવાનો સપ્લાયર પકડાયો: 7 દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબી નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 17,514 બોટલ દારૂના ગુનામાં ગોવાનો સપ્લાયર પકડાયો: 7 દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના શનાળા ગામ પાસે ગોડાઉનમાં એસએમસીની ટિમે ગત જાન્યુઆરી માહિનામાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 17,514 દારૂની બોટલ સહિત કુલ મળીને 1.11 કરોડથી વધુના મુદામાલ કબ્જે કર્યો હતો જે ગુનામાં માલના સપ્લાયરની એલસીબીની ટીમે ધરપકડ કરેલ છે અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

મોરબીના શકત શનાળા ગામની સીમમાં આવેલ આનંદ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં આવેલ ભૂમિ ગોડાઉનમા એસએમસીની ટીમે ગત જાન્યુઆરી માહિનામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 17,514 દારૂની બોટલ મળી આવી હતી જેથી 76,39,092 કિંમતનો દારૂ તેમજ 3 વાહન, 4 મોબાઇલ અને રોકડ રૂપિયા 5,120 આમ કુલ મળીને 1,11,94,212 નો મુદામાલ કબજે કર્યો હતો અને ત્યારે સ્થળ ઉપરથી ચાર આરોપીઓને પકડવામાં આવેલ હતા અને ક્રમશઃ આ ગુનામાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓને પકડેલ છે. તેવામાં મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને હાલમાં 12 આરોપીને પકડવામાં આવેલ છે જેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી વિપિનકુમાર ઘનશ્યામ અરોરા (39) રહે. સપનારાજ વેલી તુલીપ બિલ્ડીંગ સંગોડા નોર્થ ગોવા વાળાનો વડોદરા મધ્યસ્થ જેલમાંથી કબ્જો એલસીબીની ટીમ દ્વારા લેવામાં આવ્યો હતો અને તેની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં ધરપકડ કરીને આરોપીને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.






Latest News