માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી 2.230 કિલો ગાંજા પકડવાના ગુનામાં સપ્લાયરની ધરપકડ: એક દિવસના રિમાન્ડ


SHARE







મોરબીમાં ઘરમાંથી 2.230 કિલો ગાંજા પકડવાના ગુનામાં સપ્લાયરની ધરપકડ: એક દિવસના રિમાન્ડ

મોરબીમાં આવેલ મેમણ શેરીમાં રહેતા શખ્સના ઘરની અંદર 2 કિલો 230 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ગાંજો, મોબાઈલ ફોન તથા ઈલેક્ટ્રીક વજન કાંટો વગેરે મળીને 11,790 ની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો હતો આ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબી એ ડિવિજન પોલીસની ટીમે કુબેરનાથ મેઇન રોડ ઉપર આવેલ મેમણ શેરીમાં રહેતા આરીફ કચ્છીના મકાનમાં ગાંજાની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 2 કિલો 230 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 6,690 ની કિંમતનો ગાંજાનો જથ્થો તથા 5,000 રૂપિયાની કિંમત મોબાઈલ ફોન તેમજ ઈલેક્ટ્રીક વજન કાંટો સહિતની વસ્તુઓ ત્યાંથી કબજે કરવામાં આવી હતી અને કુલ 11,790 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્યારે આરોપી આરીફ યાકુબભાઈ કચ્છીને પકડવામાં આવેલ હતો જે આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો અને ત્યાર બાદ તે આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ છે. જો કે, ગાંજાનો જથ્થો આપનાર તરીકે અબ્બાસ મોવરનું નામ સામે આવ્યું હતું જે આરોપી અબ્બાસ દાઉદભાઈ મોવર (37) રહે. સુધારા પ્લોટ છેલ્લી શેરી રાજકોટ રોડ રતનપર સુરેન્દ્રનગર વાળાની એ ડિવિઝન પોલીસની ટીમે ધરપકડ કરી હતી અને તે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી હાલમાં પકડાયેલ આરોપી ગાંજાનો જથ્થો કોની પાસેથી લઈને આવેલ હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.






Latest News