માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મુસ્કાન વેલફેર સોસાયટી મોરબીનો સરાહનીય પ્રયાસ: મૂક-બધિર દિવ્યાંગ દીકરીને મહેંદી તાલીમથી આત્મનિર્ભરતા તરફ


SHARE







મુસ્કાન વેલફેર સોસાયટી મોરબીનો સરાહનીય પ્રયાસ: મૂક-બધિર દિવ્યાંગ દીકરીને મહેંદી તાલીમથી આત્મનિર્ભરતા તરફ

મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા એક મૌન-બધિર દિવ્યાંગ દીકરી જ્યોતિને મહેંદીની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.જેથી તે પોતાના હુનર દ્વારા આત્મનિર્ભર બની શકે.આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય તેને રોજગારલક્ષી કૌશલ્ય આપવાનો છે.જેથી તે આત્મવિશ્વાસ સાથે પોતાના પગ ઉપર ઊભી રહી શકે.


જ્યોતિના પિતા કાડિયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.આવી પરિસ્થિતિમાં આ તાલીમ જ્યોતિ માટે સ્વાવલંબન તરફનું મહત્વપૂર્ણ પગથિયુ સાબિત થઈ રહી છે.આ સેવા કાર્યમાં મુસ્કાન વેલફેર સોસાયટી સાથે કિન્જલ બ્યુટી પાર્લરના મુક્તાબેનએ સહકાર આપી આ દીકરીને મહેંદીની તાલીમ આપવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.તેમના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી આ દીકરીને પોતાના હુનરને નિખારવાની નવી તક મળી છે. મુસ્કાન વેલફેર સોસાયટીનો દૃઢ વિશ્વાસ છે કે યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય તક મળે તો દરેક દીકરી, ભલે તે કોઈપણ અક્ષમતા ધરાવતી હોય, પોતાની ક્ષમતાને ઓળખીને સફળતાના શિખરો સર કરી શકે તેમ છે.સમાજની મુખ્યધારામાં તેમને સન્માનપૂર્ણ સ્થાન અપાવવું એ અમારી સામૂહિક જવાબદારી છે.






Latest News