મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

ગુજરાત સ્ટેટ આઈ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશિપ 2025 અંતર્ગત મોરબી ખાતે સ્ટેટ લેવલની હરીફાઈનું આયોજન


SHARE







ગુજરાત સ્ટેટ આઈ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશિપ 2025 અંતર્ગત મોરબી ખાતે સ્ટેટ લેવલની હરીફાઈનું આયોજન

વર્ષ 2020 થી ગુજરાતના ખેલાડીઓ એ આઈ સ્ટોક સ્પોર્ટ ચેમ્પિયનશિપના ભાગ લેવાનું શરૂ કરેલ છે. જે બાદ ગુજરાત સ્ટેટ આઈ સ્ટોક સ્પોર્ટ્સની શરૂઆત થઈ જે બાદ શિયાળુ અને ઉનાળુ સ્પર્ધાઓમાં ખેલાડીઓએ ભાગ લઈ અત્યાર સુધીમાં 16 જેટલા ગોલ્ડમેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કરી ભારતભરમાં ચેમ્પિયન બનેલ છે જેમાં મુખ્યત્વે મોરબી અને સુરતના ખેલાડીઓ અગ્રેસર રહેલ ત્યારે આગામી 23 અને 25 જાન્યુઆરીના રોજ શિયાળુ હરીફાઈ જમ્મુ કાશ્મીરમાં યોજવાની છે જેમાં ગુજરાત સ્ટેટ ટીમ જશે તેનું સિલેક્શન 27 અને 28 ડિસેમ્બરના રોજ મોરબી ખાતે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાનાર છે જેમાં ગુજરાતના 10 થી 12 જિલ્લામાંથી 90 થી 100 ખેલાડીઓ ભાગ લેશે. જ્યારે આ ખેલની ખાસિયતે છે કે કોઈપણ ઉંમરના ખેલાડીઓ ભાગ લઈ શકે છે જેમાં મોરબીના ખેલાડીઓએ પણ ગોલ્ડ મેડલ મેળવીને મોરબીનું નામ રોશન કરેલ છે.






Latest News