મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા !
Breaking news
Morbi Today

મોરબીમા ભારતીય વિચારમંચ દ્વારા વિચારગોષ્ઠિનું આયોજન


SHARE









મોરબીમા ભારતીય વિચારમંચ દ્વારા વિચારગોષ્ઠિનું આયોજન

મોરબીમાં 'વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓના સમાધાનનો ભારતીય દ્રષ્ટિકોણ' એ વિષય પર ભારતીય વિચારમંચ દ્વારા વિચારગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. 

જીવમાત્રને જીવવા માટે શુદ્ધ હવા, પાણી અને ખોરાક પાયાની જરૂરીયાત છે. આજે તે મોટાભાગે અશુદ્ધ સ્વરૂપે મળે છે.  કારણ કે પર્યાવરણનું પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. ઔદ્યોગિક ક્રાંતિ અને પશ્ચિમી જીવન શૈલીના અનુકરણે ભારતીય પરંપરા ભુલાવી દીધી છે.  તો 'વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓના સમાધાનનો ભારતીય દ્રષ્ટિકોણ' એ વિષય પર સરસ વિચારગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન થયેલ છે.  જે તા. 28 ડિસેમ્બરને રવિવારે રાત્રે 9:00 થી 10:30 કલાક સુધી સંસ્કાર હોલ, સંસ્કાર બ્લડ બેન્ક ઉપર, પ્રથમ માળે ,જીઆઇડીસી સનાળા રોડ મોરબી ખાતે યોજાશે. જેમાં ભારતના 'વોટર વુમન ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખાતા 'પંચતત્વ સંસ્થા'ના સંસ્થાપક સુશ્રી શિપ્રા પાઠકજી ઉદ્બોધન આપશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મોરબીના પ્રખર પર્યાવરણ પ્રેમી અને અગ્રણી સમાજસેવક ડો. મનુભાઈ કૈલા હાજરી આપશે. તો મોરબીના તમામ લોકોને આ કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકે જણાવ્યુ છે.




Latest News