મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રૂપિયા ફસાતા ચિંતામાં મુકાયેલ ત્રણ બહેનના એકના એક ભાઈએ જિંદગીને અલવિદા કર્યું, તપાસ જરૂરી


SHARE







મોરબીમાં રૂપિયા ફસાતા ચિંતામાં મુકાયેલ ત્રણ બહેનના એકના એક ભાઈએ જિંદગીને અલવિદા કર્યું, તપાસ જરૂરી

 

મૃતક યુવાને ઝેરી દવા પીધી હતી, સારવારમાં રાજકોટ ખાતે દમ તોડ્યો : પરિવારમાં આક્રંદ

મોરબીના મહેન્દ્રનગરમાં ત્રણ બહેનના એકના એક ભાઈ 36 વર્ષીય વિપુલ વિડજાએ ઝેરી દવા પીધા બાદ સારવારમાં મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારે પ્રાથમિક તબક્કે જણાવ્યું કે, વિપુલના રૂપિયા કોઈ જગ્યાએ ફસાયા હતા. જેની પાસેથી રૂપિયા લેવાના હતા તેની પાસે અવાર નવાર ઉઘરાણી કરી હતી પણ રૂપિયા પરત મળ્યાં નહોતા. જેથી ચિંતામાં આવી જતા આ પગલું ભર્યું હોય તેમ બની શકે છે. જોકે, પોલીસે આત્મહત્યાનું સ્પષ્ટ કારણ શું છે તે જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગે પોલીસ સૂત્રો અને પરિવારજનોએ આપેલી વિગત અનુસાર, મુળ મોરબી તાલુકાનાં રાપર ગામના અને પાનનો ગલ્લો ચલાવતા વિપુલભાઈ ભગવાનજીભાઈ વિડજા (ઉંમર વર્ષ 36, રહે. હનુમંત એપાર્ટમેન્ટ, મહેન્દ્રનગર, મોરબી) એ ગત તા.14/12  ના રોજ સાંજે 5 વાગ્યાં આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી.પરિવારજનોને જાણ થતા વિપુલને સારવાર અર્થે પ્રથમ મોરબીની સમર્પણ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લાવતા અહીં સારવાર મળે તે પહેલા જ તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. મોરબી પોલીસના સ્ટાફે મૃતદેહને પીએમમાં ખસેડ્યો હતો. વિપુલ પાનનો ગલ્લો ચલાવતો. તેના આપઘાતના કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ તરફ ત્રણ બહેનના એકના એક ભાઈએ આપઘાત કરી લેતા પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો






Latest News