મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીની પીપલ્સ સોસાયટીની ચૂંટણીમાં ધમાસાણ : અનેક સવાલો સાથે પરિવર્તન માટે લડાયક ટીમ મેદાને


SHARE













મોરબીની પીપલ્સ સોસાયટીની ચૂંટણીમાં ધમાસાણ : અનેક સવાલો સાથે પરિવર્તન માટે લડાયક ટીમ મેદાને

 

વર્તમાન બોડી પર અનેક આક્ષેપો: સભાસદો અને લોકોમાં પણ ટોક ઓફ ધ ટાઉન ટોપીક

મોરબીની પીપલ્સ કો-ઓપરેટીવ લિમિટેડ નામની મંડળીની અંદર આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીમાં વાદવિખવાદ તે હાલમાં ચરમશીમાએ છે અને શહેરમાં તેની અનેક જગ્યાએ ચર્ચા જોવા મળી રહી છે. કારણ કે આ મંડળીમાં જે હાલ ચૂંટણી લડાઈ રહી છે તેમાં પરિવર્તનના મૂળ સાથે જે લોકો હાલ ચૂંટણી લડી રહ્યા છે તેઓ દ્વારા વર્તમાન બોડી સામે અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે.

અને સાથે સાથે આગામી સમયમાં તેઓ કઈ રીતે પરિવર્તન કરીને લોકોને અને સભાસદોને આનો લાભ થાય તે માટે પાછી પાની કરવાના નથી તેમ જણાવ્યું છે. વધુમાં તેઓએ જણાવેલ છે કે સોસાયટીની ચૂંટણીમાં પરિવર્તન પેનલને શા માટે? આવવુ પડ્યું? તો તેના કારણો છેકે જે લોકો સામે આક્ષેપો કરી બેન્કની સમિતિને સસ્પેન્ડ કરાવી હતી હવે તે લોકોને પોતાની પેનલ માં સામેલ કરેલ છે.

શા માટે ?, પીપલ્સ જયારે વર્ષે 72 લાખ જેવી રકમ નો નફો કરતી હતી ને હવે 27 લાખ નો નફો કરતી શા માટે બની ગઈ ? આ વહીવટ કરનાર કોણ હતા ? હજુ તેને જ વહીવટ માં લાવવા છે ?, કલમ 81 હેઠળ સસ્પેન્ડ થયેલા લોકો ની સામેના કેસો કેમ પાછા ખેચ્યા છે ? પોતાની પેનલની વિરુદ્ધમાં કોઈ ફોર્મ ન ભરે તે માટેના પ્રયત્નો શા માટે કરવા પડ્યા ?, માન્ય રહેલા ઉમેદવારોને યેનકેન પ્રકારે ધાક ધમકી અને રસોડા સુધીની ધમકીઓ આપીને પાછા ખેંચાવવાના પ્રયત્નો કોણે અને શા માટે કર્યા ?, આવી નાની સંસ્થામાં પોતાનું શાસન રાખવા માટે એટલા ધમપછાળા શા માટે ?,

વિરોધમાં ઉભા રહેલા લોકોને પ્રલોભનો કેમ આપવા પડ્યા ? જો આ લોકો જ ફરીથી વહીવટમાં આવશે તો પીપલ્સ નું ભવિષ્ય માં શું થશે ? માટે પરિવર્તન પેનલ મેદાનમાં આવી છેકે સભાસાદો ના હિત જળવાય રહે. ધી મોરબી પીપલ્સ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી લી.ની ચૂંટણીમાં લડતી પરિવર્તન પેનલનો વાયદો કરે છેકે ભષ્ટ્રાચાર વગરનો વહીવટ કરીશું, સભાસદો સાથે સારા વ્યવહાર સાથે કામ થશે.

પીપલ્સનો નફો વધે તેવો વહીવટ કરીશું,સભાસદો ને દર વર્ષે ભેટ આપીશું, સભાસદોને સારું ડીવીડન્ડ આપીશું, લોનનો વ્યાપ વધારીશું, વધારે ડીપોઝીટ આવે તેના માટે કામ કરીશું, અને દર મહિને સભાસદોના સુચનો માટે એક મીટીંગ રાખીશું અને સારા સૂચનોને અમલમાં મૂકીશું.આમ હાલ મોરબી સિટીમાં મોરબીની પીપલ્સ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી લિમિટેડની ચૂંટણી ટોક ઓફ ધ ટાઉન બની રહી છે






Latest News