મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

MMC@1: મોરબી મનપાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને લીધી મુલાકાત


SHARE













MMC@1: મોરબી મનપાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને લીધી મુલાકાત

મોરબી મહાપાલિકા દ્વારા શહેરની શાળાના વિદ્યાર્થીઓમાં મહાપાલિકાની કાર્યપદ્ધતિ વિષેની માહિતી સાથે જ્ઞાન વિકસે તે હેતુથી મનપાની વિશેષ શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકયુ જ્ઞાન ન મેળવે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેવો રહ્યો હતો. મોરબી મહાનગરપાલિકાને 1 વર્ષ પૂર્ણ થવા જ રહ્યું છે તેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, તે અંતર્ગત આ શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત મોરબી શહેરની કુલ 9 શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાંથી દરેક શાળાના 15 વિદ્યાર્થીઓ આ શૈક્ષણિક સેશન જોડાયા હતા કુલ શૈક્ષણિક સેશન દરમિયાન કચેરી ખાતે 135 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને મહાપાલિકાની વિવિધ કચેરીની મુલાકાત લઈ પોતાના અનુભવ અને એકચ્યુઅલ મહાપાલિકા જે કામ કરે છે તેની વિગતો જાણી હતી. આ તકે વિદ્યાર્થીઓકમિશનર સ્વપ્નિલ ખરે સાથે બ્રિજની કામગીરી માટે સાઈટ વિઝીટ કરી હતી અને ત્યાર બાદ મહાપાલિકા બન્યા પછી ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે ? તે અંગેની વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને મોરબી મહાપાલિકાના વિવિધ વિભાગો, કામગીરી તથા નાગરિક સેવાઓ અંગે પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી. આ શૈક્ષણિક સેશનના અંતમાં પ્રશ્નોતરી સેશન યોજાયું હતું જેમાં વિધાર્થીઓએ કપ્લેન, ટ્રાફિક, ગાર્ડનીંગ,લીગલ, પ્રોજેક્ટ & પ્લાનિંગ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, સહીતના પ્રશ્નો પૂછ્યા હતા, પ્રશ્નોતરી દરમિયાન મનપાના નાયબ કમિશનરે વિદ્યાર્થીઓને વિવિધ પ્રશ્નોના નિવારણ તથા મહાપાલિકાની કાર્યશૈલીથી વાકેફ કાર્ય હતા.

શૈક્ષણિક મુલાકાત દરમ્યાન ટેક્સ, ઈલેક્ટ્રીકગાર્ડન વિગેરે ડિપાર્ટમેન્ટનું કામ લોકો વિચારે છે તેટલું સહેલું નથી તે અંગેની દરેક શાખામાં શાખાધિકારી દ્વારા જીણવટ પૂર્વકની સમજ આપવામાં આવી હતી. શૈક્ષણિક સેશનમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે મહાપાલિકાની કચેરી ખાતે નવો જ અનુભવ થયો અને જાણવા મળ્યું કે કોઈપણ પ્રકારની કામ લઈને કચેરીએ જવાની આવશ્યકતા નથી મનપાની ઓનલાઇન એપ્લિકેશન દ્વારા દરેક કમ્પ્લેન ઘેર બેઠા સોલ્વ થઈ શકે છે. અને જુદાજુદા શૈક્ષણિક સેશનમાં મનપાના કમિશનર સ્વપ્નીલ ખરે, નાયબ કમિશનર કુલદીપ સિંહ વાળા, નાબ કમિશનર સંજય સોનીએ વિદ્યાર્થીઓને માહિતી આપેલ હતી. 






Latest News