મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીકથી દેશી બનાવટના એક તમંચા સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબી નજીકથી દેશી બનાવટના એક તમંચા સાથે એક શખ્સ પકડાયો

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બરથી ઉમિયાનગર તરફ જવાના રસ્તે અક્ષર કોમ્પલેક્ષ પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી પોલીસે હાલમાં 2,000 ની કિંમતનું હથિયાર કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચંદુભાઈ કણોતરા, દશરથસિંહ પરમાર અને ભગીરસિંહ ઝાલાને મળેલી બાતમી આધારે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બરથી ઉમિયાનગર તરફ જવાના રસ્તા ઉપર આવેલા અક્ષર કોમ્પલેક્ષ પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી પોલીસે 2,000 ની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી ભાવેશભાઈ નીરુભાઈ જાદવ (33) રહે. લાલપર મોરબી મૂળ રહે. ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News