મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં ટ્રકમાં સૂતેલા વૃદ્ધનું નિંદ્રાધીન અવસ્થામાં મોત


SHARE









મોરબી નજીક કારખાનામાં ટ્રકમાં સૂતેલા વૃદ્ધનું નિંદ્રાધીન અવસ્થામાં મોત

મોરબીના રંગપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં ટ્રકમાં વૃદ્ધ સૂતા હતા તેઓને ઉઠાડવા છતાં ઉઠતાં ન હતા જેથી તેઓને તાત્કાલિક મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લિન્યા સીરામીકમાં ટ્રકમાં સુતેલ નટવરસિંહ આર. પરમાર (60) રહે. આણંદ જીલ્લો અમદાવાદ વાળાને ઉઠાડવા છતાં તે ઉઠ્યા ન હતા જેથી કરીને 108 મારફતે તાત્કાલિક તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એસિડ પી લેતા સારવારમાં

મોરબીના જુના જાંબુડીયા ગામે રહેતા મંજુલાબેન મનસુખભાઈ જોલાપરા (30) નામના મહિલા કોઈ કારણોસર એસિડ પો જતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબીના ત્રાજપર પાસે આવેલી યોગીનગર વિસ્તારમાં રહેતો રઘુવીરસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (25) નામનો યુવાન કુબેર ટોકીઝ પાસે સર્વિસ રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે




Latest News