મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં ટ્રકમાં સૂતેલા વૃદ્ધનું નિંદ્રાધીન અવસ્થામાં મોત


SHARE







મોરબી નજીક કારખાનામાં ટ્રકમાં સૂતેલા વૃદ્ધનું નિંદ્રાધીન અવસ્થામાં મોત

મોરબીના રંગપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં ટ્રકમાં વૃદ્ધ સૂતા હતા તેઓને ઉઠાડવા છતાં ઉઠતાં ન હતા જેથી તેઓને તાત્કાલિક મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લિન્યા સીરામીકમાં ટ્રકમાં સુતેલ નટવરસિંહ આર. પરમાર (60) રહે. આણંદ જીલ્લો અમદાવાદ વાળાને ઉઠાડવા છતાં તે ઉઠ્યા ન હતા જેથી કરીને 108 મારફતે તાત્કાલિક તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એસિડ પી લેતા સારવારમાં

મોરબીના જુના જાંબુડીયા ગામે રહેતા મંજુલાબેન મનસુખભાઈ જોલાપરા (30) નામના મહિલા કોઈ કારણોસર એસિડ પો જતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબીના ત્રાજપર પાસે આવેલી યોગીનગર વિસ્તારમાં રહેતો રઘુવીરસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (25) નામનો યુવાન કુબેર ટોકીઝ પાસે સર્વિસ રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં જા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે






Latest News