મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાનામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE









મોરબીના બેલા નજીક કારખાનામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ કારખાનામાં કામ કરતાં સમયે યુવાનને પગમાં ઈજા થઈ હતી જેથી તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં મોરબીના બેલા રોડ ઉપર આવેલ ફ્યુઝન સિરામિક નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો પ્રતાપભાઈ શૈલાબભાઇ સાવૈયા (22) નામનો યુવાન ગત તા. 24/11 ના રોજ કારખાનાની અંદર કામ કરતો હતો ત્યારે તેને પગમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં બેભાન હાલતમાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતુ જેથી શૈલાબભાઇ સુરેશભાઈ સાવૈયા (55) રહે. ઝારખંડ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીના જેતપર ગામે રહેતા જીગ્નેશ ધરમશીભાઈ દેત્રોજા (32) નામના યુવાનને અજાણ્યા માણસે માર મારતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ચાચાપર ગામે રહેતો જીતેન્દ્ર રાઈસિંગભાઈ (30) નામનો યુવાન રાજપર અને ચાચાપર વચ્ચેથી બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News