મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ગીડચ ગામ પાસે બુલેટને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના ગીડચ ગામ પાસે બુલેટને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના ગીડચથી પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર ત્રીપલ સવારે બુલેટને ટેન્કર ચાલકે હડફેટે લેતા બે યુવાનોના મોત નીપજ્યા હતા અને એક યુવાનને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં ઇજાગ્રસ્ત યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે

મોરબી તાલુકાના ગીડચ ગામે રહેતા અનિલભાઈ પ્રેમજીભાઈ કુંવરિયા (25)એ હાલમાં ટેન્કર નંબર જીજે 10 એક્સ 7022 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગીડચ ગામ થી પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ અવાડા પાસેથી ફરિયાદી તથા તેના ભાઈ મહેશભાઈ અને કૌટુંબિક ભાઈ ભાવેશભાઈ બધા બુલેટ નંબર જીજે 36 એજી 6983 માં મોરબી તરફ જઈ રહ્યા હતા દરમિયાન ટેન્કરના ચાલકે તેઓના ત્રીપલ સવારી બુલેટને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને કમરના ભાગે ફેક્ચર અને શરીરે નાના મોટી ઈજાઓ થયેલ છે જ્યારે મહેશભાઈ અને ભાવેશભાઈ ને શરીરને ગંભીર જાઓ થઈ હોવાના કારણે તે બંને વ્યક્તિઓના મોત નીપજ્યા છે અકસ્માતના બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે ચોકડી નજીક વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દલપતભાઈ લાલજીભાઈ ખાખડીયા (22) રહે. ઇસદ્રા તાલુકો ધાંગધ્રા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 400 રૂપિયાની રોકડ સાથે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.






Latest News